Gujarat

ધોરાજીમાં બાઇક પાર્ક કરવા જેવી નજીવી બાબતે પરિવારના ૪ સભ્યો પર હુમલો

રાજકોટ
રાજકોટના ધોરાજીમાં ફરી એકવાર જાતિવાદનું ઝેર ફેલાયું છે. ફરી જાતિવાદને લઇ એક પરિવાર પર હુમલો કરાયો છે. ધોરાજીના મેઇન બજાર ચોક વિસ્તારમાં અજાણ્યા દંપતીએ માત્ર બાઇક પાર્ક કરવા જેવી નજીવી બાબતે પરિવારના ચાર સભ્યો પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યુ છે. પતિ-પત્ની અને બે બાળકો પર બે લોકોએ હુમલો કર્યો હતો. હુમલાનો ભોગ બનાનાર ચારેય લોકોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા છે. ભોગ બનનાર પરિવારનો આરોપ છે કે અમે બાઇક પાર્ક કરવા માટે અપીલ કરી હતી. પરંતુ અમે વાલ્મીકી સમાજના હોવાથી બે શખ્સોએ તેમના પર હુમલો કર્યો. એટલું જ નહીં બે બાળકો પર પણ દયા ના આવી અને હુમલો કર્યો હતો.તો બીજી તરફ હુમલાની ઘટના બાદ વાલ્મીકી સમાજમાં રોષ ફેલાયો છે. વાલ્મીકી સમાજે પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો આરોપ લગાવ્યો છે. જાે પોલીસ ફરિયાદ નહીં નોંધે તો આગામી સમયમાં આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *