(20 ટકા લેખે વ્યાજે 6 લાખ જેટલી રકમ ચૂકવ્યા હોવાની મહિલાની વિગત)
ધ્રાંગધ્રા : (હિતેશ રાજપરા)
ધ્રાંગધ્રા શહેરના સોની તલાવડી વિસ્તારમાં રહેતા લુહાણા મહિલાએ ધ્રાંગધ્રાનાં જ વ્યાજખોર યુવક નાગજીભાઈ ડોસાભાઈ હાડગડા ઉપર ફરિયાદ નોંધાવી હતી.પોતાના પતી ને 2 લાખ રૂપિયા 20 ટકા જેટલાં ઊંચા વ્યાજે આપી ને તેમના પતી દ્વારા દર મહિનાનું 40 હજાર વ્યાજ એમ સતત 6 મહિના સુધી ભરી ને કુલ 6 લાખ રૂપિયા ભરવા છતાંય હાલ ખરાબ પરિસ્થિતિ બાદ પૈસા ભરી શકવાની હાલત ન હોઈ બળ જબરી કરી હતી. નાગજીભાઈ દ્વારા દુકાને આવી ગાળા ગાળી કરી પોતાના પતી ને લાફાઓ જિંકયા બાદ ફરી પાછુ મોડી સાંજે તલવાર થી ડરાવી ધમકાવી પૈસા ચૂકવીશ નહીં તો જાન થી મારી નાખીશ એમ ધમકીઓ આપતાં મહિલા પોલીસ સ્ટેશન દોડી ગયા હતા અને નાગજીભાઈ હાડગડા વિરુદ્ધ ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
