અમદાવાદ
વિશ્વભરના ચાહકો વરસાદ બંધ થવાની અને ૈંઁન્ ફાઇનલ શરૂ થવાની રાહ જાેતા હતા ત્યારે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક મહિલા ચાહક અને પોલીસકર્મી વચ્ચે ઉગ્ર ઝપાઝપી થઈ હતી! આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વીડિયોમાં જાેઈ શકાય છે કે, સ્ટેન્ડ પર બેઠેલી એક મહિલા પોલીસકર્મી સાથે ઝપાઝપી કરી રહી છે. આ બોલાચાલી શા માટે થઈ અને માર મારનાર મહિલા કોણ છે, ફરજ પરના પોલીસકર્મી પર હાથ ઉપાડ્યા બાદ તેના પર શું કાર્યવાહી કરવામાં આવી તે અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. આ વીડિયોના ટ્વીટના જવાબમાં ઘણાં લોકો એવું કહેતા હોય છે કે, પોલીસકર્મી નશાની હાલતમાં હતો અને તે મહિલા સાથે ખરાબ વર્તન કરી રહ્યો હતો. ત્યારે કેટલાક લોકોએ મહિલાને દોષી ઠેરવીને પોલીસકર્મીનું સમર્થન કર્યું છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, શું આ મહિલા સશક્તિકરણ છે. જાે કે, રવિવારે રાત્રે ૧૧ વાગ્યે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાનારી ૈંઁન્ ૨૦૨૩ની ફાઇનલ બીજા દિવસે મુલતવી રાખવામાં આવી હતી. અવિરત વરસાદને કારણે રવિવારે ટોસ પણ થઈ શક્યો નહોતો. જાે કે, સોમવારને રિઝર્વ તરીકે રાખવામાં આવ્યો હતો. હવે ચેન્નાઈ અને ગુજરાતની ટીમો ફરી એકવાર ૨૯ મેના રોજ મેદાન પર પહોંચશે. જાે રિઝર્વ-ડે પર પણ વરસાદ પડે અને મેચ ન રમાય તો ગુજરાત ચેમ્પિયન બનશે. કારણ કે પોઈન્ટ ટેબલ પર તેની સ્થિતિ વધુ સારી છે અને વધુ પોઈન્ટ છે. જણાવી દઈએ કે, આ સમયે સમગ્ર ગુજરાતમાં હવામાન ખરાબ છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં ભારે વરસાદની સાથે કરા પણ પડ્યાના અહેવાલ છે.


