Delhi

ઓસી. સામેની ફાઇનલમાં વિરાટ કોહલી બે સદી ફટકારશે ઃ સઇદ અનવર

નવીદિલ્હી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૭થી ૧૧ જૂન દરમિયાન વર્લ્ડ ટેસ્ટ ક્રિકેટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ રમાશે. આ મેચ લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. જેમાટે ટીમ ઇન્ડિયાના કેટલાક ખેલાડી લંડન પહોચી ગયા છે. જ્યારે કેટલાક ખેલાડી ટૂંક સમયમાં રવાના થશે. આ દરમિયાન પાકિસ્તાનના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર સઇદ અનવરે ભારતના સુપર સ્ટાર વિરાટ કોહલી અંગે આગાહી કરી છે કે ઓસ્ટ્રેલિયા સામેની ફાઇનલમાં કોહલી બે સદી ફટકારશે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર અને ટેસ્ટ કેપ્ટન રહેલા સઇદ અનવરનું માનવું છે કે વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલની બંને ઇનિંગ્સમાં સદી ફટકારવાનો છે. તેણે ટ્‌વીટ કરીને લખ્યુંછે કે આ મોટા મુકાબલાની બંને ઇનિંગ્સમાં સદી ફટકારવાની રાહ નથી જાેઇ શકતો. વિરાટ તમને ઘણી શુભકામનાઓ. મહત્વપૂર્ણ છે કે આ પાકિસ્તાનના દિગ્ગજે કોહલી દ્વારા ટિ્‌વટર પર પ્રેક્ટિસ સેશનની તસવીરો શેર કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. વિરાટ કોહલી આ સમયે ખતરનાક ફોર્મમાં છે. વિરાટ કોહલીએ આઇપીએલ ૨૦૨૩માં ઘાતક બેટિંગ કરી છે. આઇપીએલની ૧૪ મેચમાં તેને ૬૩૯ રન ફટકાર્યા છે જેમાં છ અડધી સદી અને બે સદી સામેલ છે. કોહલીએ આ સિઝનમાં ૫૩.૨૫ની એવરેજ અને ૧૩૯.૮૨ના સ્ટ્રાઇક રેટ સાથે રન ફટકાર્યા છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ ૧૦૧ રનનો રહ્યો છે. જાેકે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ આઇપીએલની પ્લે ઓફમાં પહોચી શકી નહતી. પણ કોહલીએ આ વખતની આઇપીએલમાં બે સદી ફટકારી હતી. તેની માફક જ શુભમન ગિલ પણ ફોર્મમાં છે અને તેણે ત્રણ સદી ફટકારી છે. વિરાટ કોહલીના ટેસ્ટ ક્રિકેટમાં રેકોર્ડ પણ જાેરદાર રહ્યો છે. તેણે અત્યાર સુધી ૧૦૮ ટેસ્ટ મેચની ૧૮૩ ઇનિંગ્સમાં ૪૮.૯૩ની એવરેજ સાથે ૮૪૧૬ રન નોંધાવ્યા છે. આ દરમિયાન તેના બેટથી ૨૮ સદી, સાત બેવડી સદી અને ૨૮ અડધી સદી જાેવા મળી છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર ૨૫૪ રનનો રહ્યો છે.

File-01-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *