Gujarat

નર્મદામાં વસ્તી વધારાને કંટ્રોલમાં લાવવા મનસુખ વસાવાએ કરી રજૂઆત

નર્મદા
સંસદ ભવન ખાતે શિયાળુ સત્ર દરમ્યાન ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ લોકસભામાં દેશની વિકટ સમસ્યા વસ્તી વધારાને કાબૂમાં લાવવા સરકારને રજૂઆત કરી. દેશમાં રહેતી તમામ જાતિઓ માટે એક સરખો નિયમ બનાવો, ૨ બાળકોથી એક પણ વધુ નહીં નો કડક નિયમ બનાવવા ભાજપ સરકાર પગલાં ભારે એવી માગ કરી છે. સાંસદ મનસુખ વસાવાએ રજુઆત કરી કે, દેશમાં વસ્તી વિસ્ફોટના કારણે રાષ્ટ્ર સામાજિક-આર્થિક અને પ્રાકૃતિક દૃષ્ટિએ અસંતુલન તરફ વધી રહ્યો છે. વસ્તી વધારાના વિસ્ફોટને કારણે મોંઘવારી, બેરોજગારી જેવી અનેક સમસ્યા વધી રહી છે. દેશની અંદર જાેશીમઠ જેવા સનાતન સંસ્કૃતિના પ્રતીક ધાર્મિક સ્થળોના તાનાબાના બગડી રહ્યાં છે. ગરીબી, બેરોજગારી, પ્રદુષણ, મિલાવટ, અપરાધ જેવી સમસ્યાઓ નિરંતર વધી રહી છે. માત્ર જાગરૂકતાના સહારે આ ભયાનક પરિસ્થિતિનો સામનો કરવો મુશ્કેલ છે. જાે આ અંગે ભારત સરકારે વહેલા પગલાં નહીં લીધા તો ભયાનક પરિસ્થિતિ ઉભી થશે. ૩૭૦ કલમની જેમ તમામ જાતિઓ પર સમાન નિયમ લાવવા ઉગ્ર માગ સાંસદ મનસુખ વસાવાએ કરી છે. દેશની અંદર કાનૂની પ્રાવધાનનો વિચાર કરી જનસંખ્યા નિયંત્રણ માટે વિશેષ પ્રયાસ કરવો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *