Gujarat

નર્મદા નદીમાંથી મળેલ મહિલાના મૃતદેહની ઓળખ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા

નર્મદા
નર્મદા જિલ્લાના ગરૂડેસ્વર તાલુકાના વાઘડીયા ગામ નજીક નર્મદા નદીના પાણીમા અજાણી લાશ ડિસ્કમ્પોઝ થયેલી લાશ મળી આવી છે. કેવડીયા પોલિસ સ્ટેશનમાં અકસ્માત મોત હેઠળ નોંધવામાં આવેલી વિગત મુજબ કેવડીયા કેટેગરી બી આર જી ભવનની પાછળ વાઘડિયા ગામ નજીક નર્મદા નદીના પાણીમાં એક અજાણી મહિલાની ડિસ્કમ્પોઝ થયેલી લાશ મળી આવી છે. અંદાજિત ૩૫ થી ૪૦ વર્ષની ઉંમર શરીર મધ્યમ બાંધાનું અને રંગે ઘઉં વર્ણ અને ઉંચાઈ ૫ ફૂટ ૨ ઇંચ છે અને વળ ઓળખાયેલી હાલતમાં આ લાશ મળી આવી હતી. જેનો કોઈ વાલી વારસ ન થતાં કેવડીયા પોલીસનો ફોન નંબર ૦૨૬૪૦ ૨૯૯૧૦૧, મોબાઈલ નંબર ૯૮૨૫૨ ૬૮૪૯૭ પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક નર્મદા નદીમાં એક મહિલાનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ મૃતદેહ સ્થાનિક છે કે પ્રવાસી તે તાપસનો વિષય બન્યો છે. તે માટે હાલ પોલીસે.મહિલાના ઓળખ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *