Gujarat

ડુંગરી હાઇવે પર રાહદારીને અજાણ્યાવાહન ચાલકે અડફેટે લેતા મોત

વલસાડ
વલસાડ તાલુકાના ડુંગરીના ભરા ફળિયામાં રહેતા ૫૫ વર્ષીય, કાળીદાસ મંગાભાઈ પટેલ, ડુંગરી હાઇવે ઉપર આવેલા બાબુભાઈ ઉબાળીયાવાળાના સ્ટોલ ઉપર વોચમેન તરીકે નોકરી કરતા હતા. ચાલુ નોકરી દરમ્યાન રાત્રીએ રોડની સામે કોઈક કામે ગયા હતા. ત્યાંથી પરત ફરી રહ્યા હતા. દરમ્યાન મુંબઈ સુરત રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે અડફેટે લઈ અકસ્માત સર્જ્‌યો હતો. અકસ્માત કરીને અજાણ્યો વાહન ચાલક વાહન લઈને ફરાર થઇ ગયો હતો. અકસ્માતની ઘટના બનતા રાહદારીઓ અને વાહન ચાલકો ઇજાગ્રસ્ત આધેડ કાળીદાસભાઈની મદદે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ અકસ્માત અંગે ડુંગરી પોલોસ અને ૧૦૮ની ટીમને ઘટનાની જાણ કરી હતી. અકસ્માતની ઘટનાને લઈને સુરત મુંબઇ હાઇવે પ્રભાવિત બન્યો હતો. વલસાડ ડુંગરી પોલોસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાળીદાસભાઈની લાશનો કબ્જાે લઈને લાશનું ઁસ્ કરવી આગળની તજવીજ હાથ ધરી હતો. કાળીદાસભાઈના પરિવાર જનોને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.વલસાડ તાલુકાના ડુંગરી હાઇવે ઉપર આવેલા ઉબાડીયાના સ્ટ્રોલ ઉપર વોચમેન તરીકે નોકરી કરતા આધેડને સામે રોડ ક્રોસ કરતી વખતે અજાણ્યા વાહન ચાલકે આધેડને અડફેટે લેતા ઘટના સ્થળે જ આધેડનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અને કાર ચાલક પોતાની કાર લઈ ફરાર થઇ ગયો હતો. વલસાડ હાઇવે ઉપર વધુ એક હિટ એન્ડ રનની ઘટના બનતા પોલીસે ખાનગી અને સરકારી ઝ્રઝ્ર્‌ફ ફુટેઝ મેળવી તપાસ હાથ ધરી છે.

File-02-Photo-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *