જર્જરિત ઓરડા માં કારણે વાલી ઓને પોતાના વહાલ સોયા બાળક ની ચિન્તા. તંત્ર મૌન.
નસવાડી તાલુકાની પાલસર પ્રાથમિક શાળામાંધોરણ 1 થી 5 આવેલા છે.જેમાં બે શિક્ષકો 31 બાળકો ને અભ્યાસ કરાવે છે .આ શાળા ના બે ઓરડા ચાલીસ વર્ષ જૂના પતરા ની છત વાળા છે જ્યારે બીજો ઓરડો એ એલ.એન્ડ.ટી દ્વારા ભુકંપ ના સમયે ઘણા વર્ષો અગાઉ બનાવમાં આવ્યો હતો 10 થી 12 વર્ષ આગાઉ એલ.એએન્ડ ટી એ બનાવેલા આ ઓરડા તોડવા માટે સરકારે પરિપત્ર પણ કર્યો હતો હાલ તો આ શાળા માં ચોમાસા દરમિયાન પાણી પણ ટપકે છે.પાણી માં બેસવા માટે શિક્ષકો અને બાળકો મજબુર બને છે. ઓરડા જર્જરિત હોવાથી વાલી ઓને પોતાના વ્હાલા બાળકો ની ચિન્તા ખૂબ થાય પરંતુ ગરીબ પિતા બીજું કરે પણ શું. જ્યારે હાલ ઉનાળો હોવાથી પતરાં ની ગરમી ઓરડામાં લાગવાથી બાળકો અને શિક્ષકો હેરાન પરેશાન થાય છે. જ્યારે વધુ ગરમી લાગે ત્યારે શિક્ષકો બાળકો ને બહાર ખુલ્લાં માં બેસાડી ને અભ્યાસ કરાવે છે. જ્યારે આ ઓરડા ઓ જુના હોવાથી ખૂબ જર્જરિત છે જેના કારણે ક્યારે પણ મોટી હોનહારતા સર્જાય તો નવાઈ નહિ બે વખત મુખ્ય શિક્ષક દ્વારા નવા ઓરડાની માંગ માટે જિલ્લા માં ફાઇલ મોકલી છે. પહેલી વાર ફાઇલ જિલ્લા ની કચેરીમાં ખોવી દેવામાં આવી હતી ફરી બીજી વાર ફાઇલ ત્યાર કરી ને મોકલી છે પરંતુ જિલ્લા નું વહીવટી તંત્ર માત્ર ફાઇલ મૂકી ને સઁતોષ માણી રહી છું એકબાજુ એલ. એન્ડ .એંટી ના જુના ઓરડા ને તોડવા માટે સરકારે પરિપત્ર પણ કર્યો છે છતાંય ઓરડા તોડવા માટે તંત્ર ઉદાસીનતા દાખવે છે આ ઓરડા ની દિવાલો માં મોટી મોટી તિરાડો પડી ગયેલ છે દીવાલો પણ જૂની હોવાથી પડે તેવી સ્થિતિ માં છે .જિલ્લાની કચેરીમાં માં કામગીરી ગોકળ ગાય ની જેમ ચાલી રહી છે હાલ તો જુના ઓરડા ઓની યાદી તાલુકા લેવલ પરથી મગાવામાં આવી છે આમજ બાળકો અને શિક્ષકો ભય ના ઓથાર નીચે શિક્ષણ લેવા મજબૂર બને છે હાલ નસવાડી તાલુકાની પાલસર પ્રાથમિક શાળા માં ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ ઓને નવા ઓરડા મળે જેથી તેવો ભયમુક્ત વાતાવરણ માં અભ્યાસ કરે.
મુખ્ય શિક્ષક પરસોતમ રાઠવા ના જણાવ્યા મુજબ ત્રણ ઓરડા છે જેમાં બે ખૂબ જર્જરિત છે 31 વિદ્યાર્થીઓ ને એક ઓરડામાં સાથે બેસાડી એ છે હાલ ગરમી ના કારણે ધોરણ 1 અને 2 નના વિદ્યાર્થીઓ ને બહાર અને 1 થી 3 ના અંદર બેસાડી ને અમે અભ્યાસ કરાવી એછે વહેલી તકે ઓરડા મંજુર થાય એવી અમારી સરકાર ને અમારી વિનંતી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


