ભારે પવન અને કડાકા ભડાકા અને કરા સાથે ધોધમાર વરસાદ…ખેડુતો, માછીમારો સહિતને લાખોનું નુક્સાન સહાય આપવા માંગ…..
ઊના ગીરગઢડા અને ગીર પંથકમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા ભારે પવન ફુકાવા લાગ્યો હતો. અને ભારે પવન
સાથે કરા કમોસમી વરસાદ વરસ્યો હતો. ભારે પવન અને કડાકા ભડાકા સાથે ૪ થી ૫ ઇંચ વરસાદ વરસતા ખેડૂતોના કેસર કેરી તથા
ઉનાળુ પાકને ભારે નુક્સાન થયુ હતું.
ઉના શહેર, સામતેર, સનખડા, ગાંગડા, કાણકબડા, મોઠા, ગરાળ, ભાચા, ખત્રીવાડા, રામેશ્વર, ભડીયાદર, ભાચા, વાજડી, મેણ,
ગુંદાળા, ચાંચકવડ, કંસારી, વાવરડા, ઉમેજ, નાઠેજ, યાજપુર, કાંધી, અંબાડા,પડા, સીમર, સૈયદ રાજપરા, તેમજ ધોકડવા, બેડીયા,
ચિખલકુબા, નિતલી, શાણાવાકીયા તેમજ ગીર જંગલમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ સાથે કરા પડયા હતા. કમોસમી વરસાદના
પગલે ખેતરોમાં પાણી ભરાતા તળાવ જેવા દ્રશ્યો જોવા મળેલ હતા. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં નદી, નાળા, પુલ્યા ઉપરથી પાણી
વહેતા જોવા મળ્યા હતા. અને ઠેર ઠેરના ખાબોચ્યા ભરાય ગયા હતા. વરસાદને પગલે સમગ્ર પંથક ઠંડુગાર બની ગયેલ હતું..
ઉનાના તપાવન વાડી વિસ્તારમાં તેમજ ગરાળ, મોઠા, નીતલી સહીતની અમુક ગામોમાં વરસાદ સાથે કરા પણ પડયા હતા. આ
કમોસમી વરસાદને પગલે બાગાયતી ખેતી કેસર કેરીના પાકને તેમજ ઉનાળુ પાક તલ, મગ, ઘઉં, ચણા, બાજરી, પશુનો ચારો
સહીતના પાકોને વ્યાપક નુકસાન થયેલ હતું. અચાનક આકાશ માંથી વરસાદી આફત વરસતા જગતના તાતને તોકતે વાવાઝોડા બાદ
કેશર કેરીના બગીચા માલિકોને સારા પાકની આશા માથે પાણી ફળી વળ્યુ હતું. બાગાયતી પાકો તેમજ ઉનાળુ ખેતી પાકો તેમજ
સનખડામાં ખુલ્લામાં મરચાંનું પીઠું ચલાવતા વેપારીઓને અને દરિયાઈ કાંઠા વિસ્તારના માછીમારોને પણ વરસાદના કારણે લાખોનું
ભારે નુકશાન થયેલ હોય સરકાર દ્વારા સહાય ચુકવવા માંગ કરી હતી..
બોક્ષ્ – ઉના ગીરગઢડા તાલુકામાં ૪ થી ૫ ઇંચ વરસાદથી પાકને ભારે નુકસાન વળતર ચુકવવા માંગ….સરપંચ.
પાતાપર ગામના મહીલા સરપંચ અરૂણાબેન છોડવડીયાએ જણાવેલ કે ઊના ગીરગઢડા તાલુકામાં ૪ થી ૫ ઇંચ વરસાદ પડતા આંબા,
ડુંગળી, તલ, બાજરીને ભારે નુકસાન થયેલ છે. સરકાર તાત્કાલીક અસરથી નુકસાન થયેલ પાકનું વળતર ચુકવવામાં આવે તેવી માંગ
કરી હતી.
બોક્ષ્ – કેરીના પાકને વ્યાપક નુકસાન…
નાઘેર પંથક કેરીનો વિસ્તાર હોય અને બે વર્ષ પહેલા તાઉતે વાવાઝોડા કેરીના પાકને વ્યાપક નુકસાન થયુ હતું. અને બચેલા
આંબાઓમાં કેરી આવવાની શરૂઆત થયેલ ત્યાંજ કમોસમી વરસાદે ધરતિપુત્રોને ચિંતીત કરી મુક્યા છે.
બોક્ષ્ – સનખડામાં મરચા પાણીમાં તરતા જોવા મળ્યા….
ઊના તાલુકાનું સનખડા ગામ મરચાનું હબ ગણવામાં આવે છે. અને અંદાજે ૫૦ જેટલા મરચાના દંગા લગાવામાં આવતા હોય છે.
અને લોકો દૂર દૂરથી મરચાની ખરીદી કરવા સનખડા આવતા હોય છે. ત્યારે આજના કમોસમી વરસાદે મરવાની તિખાશ છીનવી
લીધી હોય તેમ ટનના મોઢે મરચા પાણીમાં તરતા જોવા મળ્યા હતા. અને વેપારીને લાખો રૂ.ની નુકસાની વેઠવાનો વખત આવ્યો
હતો.
બોક્ષ્ – સમગ્ર પંથકમાં ગાજવિજ સાથે ૧ થી ૪ ઇંચ વરસાદ…
નાઘેર પંથકમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા ૧ થી ૪ ઇંચ ધોધમાર કરા સાથે વરસાદ વરસેલ જેમાં પાતાપુરમા,
સામતેર ૪, મોઠામાં ૨, સનખડા, ગાંગડા, દોઢ ઇંચ તેમજ સીમરમાં ૩ ઇંચ, સહીત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી
ગયેલ….


