આઝાદી કા અમૃત મહોત્સવ અનેપોષણ પખવાડિયા ઉજવણીના ભાગરૂપે આરોગ્ય અને પરિવાર
કલ્યાણ વિભાગ, ગાંધીનગર અને નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું
છે. જે અંતર્ગત, જામનગર આઈ. સી. ડી. એસ. કચેરીના માર્ગદશન હેઠળ ધ્રોલ આઈ. સી. ડી. એસ. વિભાગ દ્વારા માનસર
ગામની આંગણવાડીમાં 'એનિમિયા સારવાર નિદાન કેમ્પ' યોજાયો હતો.
ઉપરોક્ત કેમ્પમાં સગર્ભા અને ધાત્રી માતાઓ, કિશોરીઓની તપાસ કર્યા બાદ તેમને જરૂરી દવાઓ અપાઈ હતી. અન્ય દર્દીઓને
આયુર્વેદ પદ્ધતિથી સારવાર અપાઈ હતી. કેમ્પમાં બહોળી સંખ્યામાં આજુબાજુના ગામમાંથી લાભાર્થીઓ ઉપસ્થિત રહયા
હતા. લાભાર્થીઓને 'શ્રી ધાન્ય' ના ફાયદા વિષે સમજણ આપવામાં આવી હતી. તેમજ બાળકોના વજન અને ઊંચાઈની તપાસ
કરીને કુપોષણ વિષે જાણકારી અપાઈ હતી.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ધ્રોલ સી. ડી. પી. ઓ. શ્રી નર્મદા ડી. ઠોરીયા, આંગણવાડી સુપરવાઈઝર શ્રી પાયલબેન,
પ્રોગ્રામ કો- ઓર્ડીનેટર શ્રી મહેબૂબભાઈ, મોટા ઈટાળા મેડિકલ ઓફિસર શ્રી ડો. જે. પી. સોનગરા અને માનસર આંગણવાડી
કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
