તમિલનાડુના સેલમમાં નિવાસ કરતાં શ્રી નાગરાજન કહે છે કે, સૌરાષ્ટ્રમાંથી ૧૦૦૦ વર્ષ પહેલાં અમારા પૂર્વજોએ વિદેશી આક્રમણના કારણે હિજરત કરવી પડી હતી. મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાં ફરી-ફરી તમિલનાડુમાં સ્થાયી થયા હતા. ત્યારે ફરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક ભારત, શ્રેષ્ઠ ભારતની પરિકલ્પના હેઠળ ફરી અમારા વતન સાથે જોડાણ સાધ્યું છે. તેનો આનંદ પ્રગટ કરતાં તેઓ કહે છે કે, સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવીએ છીએ, સાથે જ સફારી પાર્કમાં સિંહ સહિતના અન્ય પ્રાણીઓના દર્શન કરીને પણ આનંદિત છીએ.
તેઓ કહે છે કે, પ્રધાનમંત્રી શ્રી મોદીજીની એક ભારત, શ્રેષ્ઠ ભારતના વિચારથી રાજ્યો વચ્ચે એક જોડાણ સ્થાપિત થઈ રહ્યું છે. જેથી એક ભારત, શ્રેષ્ઠ ભારતના નિર્માણની પરિકલ્પના સફળ થશે. સાથે જ તેમણે સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમના ભવ્ય આયોજન અને સ્વાગત માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.
