Gujarat

આ અમારી માતૃભૂમિ છે, મૂળ સૌરાષ્ટ્રીયન હોવાનું ગૌરવ છે

આ અમારી માતૃભૂમિ છે મૂળ સૌરાષ્ટ્ર હોવાનું ગૌરવ છે, તેમ જણાવતા તમિલનાડુના ડીંડીગુલના નિવાસી અને સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં સહભાગી થઈને દેવળિયા સફારી ખાતે સિંહ દર્શન માટે આવેલા શ્રી સંતોષકુમાર કહે છે કે, સદિયો પહેલા અમારા પૂર્વજો અહીંયાથી હિજરત પામી તમિલનાડુ સ્થાયી થયા હતા. ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસો ફરી અમારા મૂળ વતન સાથે જોડાવાનો અવસર પ્રાપ્ત થયો છે. દેશના પ્રધાનમંત્રી શ્રી મોદીની એક ભારત, શ્રેષ્ઠ ભારતની નિર્માણની નેમને સાર્થક કરવામાં અદભૂત સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમ એક સશક્ત માધ્યમ બન્યો છે.

શ્રી સંતોષકુમાર પોતાને ભાગ્યશાળી ગણાવતા કહે છે કે, દુનિયામાં સિંહોની આફ્રિકન અને એશિયાટિક લાયનની બે પ્રજાતિ જોવા મળે છે. જેમાંથી એક આજે એશિયાટીક લાઈનને જોવાની તક મળી છે. તેનો તેમણે આનંદ પણ વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *