Gujarat

પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી નડિયાદ દ્વારા 33મો માર્ગ સલામતી સપ્તાહ યોજાયો

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કલેક્ટર કે.એલ.બચાણી દ્વારા દ્વિ-ચક્રી  વાહનની રેલીને લીલી ઝડી આપી 33મા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો
******
તા.૧૧.૦૧.૨૦૨૩ થી ૧૭.૦૧.૨૦૨૩ સુધી યોજાશે માર્ગ સલામતી સપ્તાહ
******
આજ રોજ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી નડિયાદ દ્વારા બાલકનજી- બારી નડિયાદ ખાતે  કલેક્ટર   કે. એલ. બચાણીની અધ્યક્ષતામાં 33મો માર્ગ સલામતી સપ્તાહ યોજાયો. આ કાર્યક્રમ અંતર્ગત કલેક્ટર દ્વારા રોડ સેફ્ટી વિશે લોકોમાં જાગૃતતા લાવવા માટે જરૂરી પગલાઓ લેવા સૂચન કરવામાં આવ્યુ હતું. તેમજ ઉતરાયણ પર્વ નિમિતે લોકો વાહન કાળજી પૂર્વક ચલાવે અને વાહનની ગતિ ધીમે રાખે તેવી અપીલ  બચાણી દ્વારા  કરવામાં આવી હતી.
કાર્યક્રમ અંતર્ગત આરટીઓ અધિકારી  જે. કે. પટેલ દ્વારા માર્ગ સલામતી સપ્તાહ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથોસાથ માર્ગમાં વાહન ચાલકને સલામતી બાબતે રાખવાની તકેદારી માટે સમજણ આપવામાં આવી હતી અને સૌ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને માર્ગ સલામતીની પ્રતિજ્ઞા લેવડાવામાં આવી હતી. કલેક્ટર દ્વારા માર્ગ સલામતી સપ્તાહ માટે યોજાયેલ દ્વિ-ચક્રી  વાહનની રેલીને લીલી ઝડી આપી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢીયા, નેશનલ રેસ્લિંગ ખેલાડી શ્રી ભાવિકાબેન પટેલ, નેશનલ વોલીબોલ ખેલાડી  આર્યન બાલ્યન, વાહન વ્યવહાર કરતા ડીલરઓ, સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા જાહેર જનતા હાજર રહી હતી.

IMG-20230111-WA0062.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *