માણાવદર તાલુકાના બાંટવા ખાતે રહેતા કિશોરભાઈ પરસોત્તમભાઈ ખટવાણીનો પુત્ર શ્રી સતિશભાઈ ગુમ થયેલ છે. તે તા.૨૬-૩-૨૦૨૩ના રોજ બાંટવાના પ્યાસા ચોક ખાતેથી મોબાઈલનો સામાન લેવા જાવ છું. તેમ કહી ચાલ્યા ગયેલ છે. ગુમ થનાર ઉંમર વર્ષ ૨૦, ઉંચાઈ ૫.૧ ફુટ, શરીરે પાતળા બાંધાના અને રંગે ઘઉંવર્ણા છે. ગુમ થનારે શરીરે સફેદ-કેસરી ચોકળી વાળો શર્ટ તથા બ્લ્યુ જિન્સ પહેરેલ છે. તેઓ ગુજરાતી ભાષા જાણે છે. તેમના સંબંધિત કોઈ પણ જાણકારી મળ્યે બાંટવા પોલીસ સ્ટેશન અથવા મો.૯૯૭૮૪ ૯૩૧૧૧ પર સંપર્ક કરવા નાયબ પોલીસ અધીક્ષકશ્રીની એક યાદીમાં જણાવાયું છે.
