Gujarat

બોડેલીના સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા કેમ્પમાં  105 લાભાર્થીઓને 3 કરોડ 50 લાખ રૂપિયા ની લોનનાં ચેકોનું વિતરણ કરાયું 

છોટાઉદેપુર પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા બોડેલી સ્વામિનારાયણ મંદિર ખાતે ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ ૨૦૧૧ અંતર્ગત વ્યાજખોરો વિરુદ્ધ જનજાગૃતિ લાવવા સારું છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા એક ચેક વિતરણ કાર્યક્રમ છોટાઉદેપુરના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ જેમાં જિલ્લાના પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા તેમજ પોલીસ અધીકારીઓ, લીડ બેન્ક મેનેજર કુંદનલાલ, જિલ્લા ભાજપા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા અને તાલુકા લાઈવલીહુડ મેનેજર ગજેન્દ્ર મોદી સહિત વિવિધ બેંકોના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં લાભાર્થી ભાઈ બહેનો હાજર રહ્યા હતા.આ કાર્યકમ માં વિવિધ બેંકો દ્વારા લાભાર્થીઓને લોન દ્વારા લાભ આપવામાં આવેલ જેમાં મુદ્રા લોન, રોજગાર વિષયક લોન, પસૅનલ લોન,સખી મંડળો ને ક્રેશ ક્રેડિટ લોન,સહિત સરકારશ્રીની વિવિધ યોજનાઓ હેઠળ કુલ 105 લાભાર્થીઓને 3 કરોડ 50 લાખ રૂપિયા ની લોનનાં ચેકોનું વિતરણ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવના હસ્તે કરવામાં આવ્યું હતું.આજના આ ચેક વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા,સાંસદ ગીતાબેન રાઠવા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા એ પ્રાસંગિક ઉદબોદન કરતા આ કાર્યક્રમ નો મુખ્ય ઉદ્દેશ લોકોને મોટા વ્યાજખોરો નાં ચૂંગલ માંથી છુટકારો મળે અને લોકો પોતાની રીતે આત્મનિર્ભર બને તે હોવાનું જણાવી પોતાની જરૂરિયાત મુજબ ની લોન બેંકોમાંથી જ લેવાનો આગ્રહ રાખવા ઉપસ્થિત લાભાર્થીઓને જણાવી હોળીની શુભકામનાઓ પણ પાઠવી હતી.કાર્યક્રમના અંતે બોડેલીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર યુ આર ડામોરે કાર્યક્રમને સફળ બનાવવા ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો તેમજ સાથી પોલીસ કર્મીઓ અને લાભાર્થી ભાઈ બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230306-WA0014.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *