Gujarat

બોડેલીમાં હૃદય રોગ નિદાન કેમ્પ યોજાયો.

VIPO વૈષ્ણવ યુવા સંગઠન – બોડેલી અને બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ વડોદરા દ્વારા આજે બોડેલી ખાતે નજીવા દરે હૃદય રોગ નિદાન કેમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોડેલી સહિત આસપાસના ગામોમાંથી 80 ઉપરાંત દર્દીઓએ આવી કેમ્પ નો લાભ લીધો હતો.
            પૂ.પા. ગો.૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીના આશીર્વાદથી બોડેલી માં સન્ ૧૯૯૬થી ૨૬ જાન્યુઆરી અને ૧૫ ઓગસ્ટ એમ વર્ષ માં બે વાર રક્તદાન શિબિરનું આયોજન તેમજ અન્ય સામાજિક પ્રવૃત્તિઓ કરતી VIPO- વૈષ્ણવ યુવા સંગઠન – બોડેલી અને બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ વડોદરા દ્વારા આજે બોડેલીની ભક્ત સમાજ ની વાડી ખાતે નજીવા દરે હૃદય રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં બોડેલી, અલીપુરા અને ઢોકલીયા સહિત આસપાસના ગામોમાંથી ૮૦ ઉપરાંત ની સંખ્યામાં દર્દીઓએ આવી લાભ લીધો હતો ત્યારે રૂપિયા 3500/- નાં ખર્ચથી કરવામાં આવતી    બ્લડ પ્રેશર, બ્લડ સુગર, કાર્ડિયોગ્રામ, કાર્ડિયાક સ્ક્રિનિંગ ટેસ્ટ તેમજ ફિઝિશિયન અને કાર્ડિયોલોજિસ્ટ કન્સલ્ટેશન જેવી તમામ સુવિધાઓ માત્ર રૂપિયા 350/- ના નજીવા ખર્ચથી કરી આપવામાં આવ્યા હતા.
          હૃદય રોગના કેમ્પ દરમિયાન બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલના તબીબો M D.  DNB કાર્ડિયોલોજિસ્ટ ડો વિક્રમ આનંદ, એમ ડી ફિઝિશિયન ડો. પાર્થવાલા તેમજ P G DCCC ડો. મયુર ચૌહાણે તેમની સાથે ટીમ સાથે સુંદર રીતે કાર્ય કરી લાભ લેવા આવેલ દર્દીઓને તપાસી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
         સમગ્ર કેમ્પ ને સફળ બનાવવા વૈષ્ણવ યુવા સંગઠન, બોડેલી નાં અગ્રણીઓ અશ્વિનભાઈ શાહ, રજનીભાઈ ગાંધી અશોકભાઈ સોની, સુરેશ ભાઈ શાહ, જીગ્નેશભાઈ ચોક્સી, વલ્લવ બાવલાવાલા વિગેરે ભારે જહેમત ઉઠાવી હતી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230109-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *