Gujarat

બોડેલી તાલુકાના પીઠા ગામે હાઇવે ટ્રક અને ઇકો વચ્ચે સજાયો અકસ્માત એક વ્યક્તિનું મોત  

ઇકોમાં અંદાજે આઠથી નવ પેસેન્જર ભરેલા હતા ઇજાગ રસ્તો અને નજીકના હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા જ્યારે એક વ્યક્તિનું ઘટના સ્થળ પર કમ કમાટી ભર્યું મોત થયું હતું
ઉલ્લેખનીય છે કે બોડેલી ડભોઇ રોડ હાઇવે પર બોડેલી થી પાંચ કિલોમીટર જેટલા અંતર પર આવેલા પીઠાપાટના વિસ્તારમાં વારંવાર અકસ્માતના બનાવો બનતા હોય છે આ પહેલા પણ આ જગા પર ગભીર અકસ્માત સર્જાયા હતા ત્યારે વધુ આજે સવારે એક અકસ્માત સર્જાયો હતો જેમાં ઇકો ગાડી અને હાઇવા ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિની ઘટના સ્થળે મોત્યું હતું. અન્ય બીજા ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા જેમને નજીકના બોડેલી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા
મૃતક વ્યક્તિ ભીખીબેન ગોલા ગામડી ના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતુ  જ્યારે ઇજાગ્રસ્તોની સારવાર માટે ત્રણ 108 દ્વારા લઈ જવામાં આવ્યા હતાં અકસ્માતની ઘટના બનતા આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા
થોડો સમય માટે હાઈવે રોડ પર ટ્રાફિકજામ ના દ્રશ્યો પણ સર્જાયા હતા અને મદદ અર્થે બીજા વાહન ચાલકો પણ દોડી આવ્યા હતા  અકસ્માત સર્જાતા પોલીસને જાણ કરવામાં આવી હતી બોડેલી પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230603-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *