Gujarat

બોડેલી સાઈ બાબાના મંદિરમાં વારંવાર ચોરી થતા લોકોમાં રોષ

બોડેલી 6 કલાક પહેલાંઅગાઉ પણ દાનપેટીમાંથી   ચોરી થઇ  પોલીસ ચોરીના આરોપીને વહેલી તકે પકડે તેવી ગ્રામજનોની માગ
બોડેલીના જાહેર બગીચામાં આવેલા સાંઈ બાબાના મંદિરમાં 10 દિવસમાં જ બીજી વખત દાનપેટી તોડીને ચોરી કરવાનો બનાવ બનતાં શ્રદ્ધાળુઓમાં રોષ. વ્યાપ્યો છે. મંદિરનો મુખ્ય દરવાજો તોડી પ્રતિમા આગળની દાનપેટીનું તાળું તોડી અંદરથી રૂપિયાની ચોરી થઈ હતી. જેની જાણ સવારે થઈ હતી. દાન પેટીમાં આશરે 1500 રૂપિયા હતા.
ઉલ્લેખનીય છે કે દસેક દિવસ અગાઉ પણ આ જ રીતે ચોરી થઈ હતી અને 35 હજાર રૂપિયા દાનપેટીમાંથી ચોરી થયા હતા. ચોરો હવે મંદિરોને પણ છોડતા નથી ત્યારે શ્રદ્ધાળુઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. બોડેલી પોલીસ ચોરીના બનાવ અટકાવે અને ચોરીના ગુના ડિટેક્ટ કરે તેવું ગ્રામજનો ઈચ્છી રહ્યા
બોડેલી સાઈ બાબાના મંદિરમાં વારંવાર ચોરી થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *