Gujarat

ભાવનગરમાં ભરતનગર-સિંધુનગર વિસ્તારમાં હટાવાયા ગેરકાયદેસર દબાણો, ૧૦થી વધુ કેબીનો જપ્ત કરાઈ

ભાવનગર
ભાવનગર મહાનગરપાલિકા દ્રારા શહેરમાં ચાલી રહેલ દબાણ હટાવ ઝુંબેશ કામગીરી આજે પણ યથાવત રહી હતી અને આજે શહેરના ભરતનગર વિસ્તારમાં ગેરકાયદેસર ખડકાયેલા દબાણો પર ક્રેઇન અને બુલડોઝરની મદદથી હટાવ્યા હતા. કમિશનરના સીધી સૂચના હેઠળ આજે ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા આજરોજ શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલ પોલીસ સ્ટેશન પાસેના સામેની બાજુએ ગેરકાયદે ખડકાયેલ કેબીનો તથા કાચા-પાકા દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી અને ૧૦થી વધુ કેબીનો જપ્ત કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત સિંધુનગર વિસ્તારમાં પણ કામગીરી કરવામાં આવી હતી જેના ભાગરૂપે એસ્ટેટ વિભાગે બે કેબીન જપ્ત કરવામાં આવી હતી. ગઇકાલે શહેરના રેલ્વે સ્ટેશન પાસે આ યોજના તળે ૪ કેબીનો મુકાયેલી બાદમાં ત્યાં દુકાન જેવું બાંધકામ પણ કરી દેવાયેલ જે બાંધકામ રેલ્વે સ્ટેશનની શોભા બગાડવા સાથે ટ્રાફિકને અડચણરૂપ પણ હતું. આ સામે આખરે મ્યુ. એસ્ટેટ વિભાગે કાર્યવાહી કરી બુલડોઝર ફેરવી ચારેય બાંધકામ તોડી પાડ્યા હતાં. રેલ્વે સ્ટેશન ઉપરાંત અલકા ટોકીઝ, કુંભારવાડા મોતીતળાવ રોડ પરના દબાણો તેમજ મોતીતળાવ વિસ્તારમાં પણ કેટલાક દબાણો હટાવ્યા હતા.આમ,મ્યુ.કમિશનર દ્રારા સતત દબાણ હટાવવાની ઝુંબેશ ની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *