Delhi

આણંદના વઘાસીમાં તળાવના વળાંક પાસે થયેલા અકસ્માતમાં એકનું મોત થયું

નવીદિલ્હી
આણંદના વઘાસી ગામના તળાવના વળાંક પર પુરપાટ ઝડપે જતાં બે બાઇક સામસામે અથડાતાં એકનું મોત નિપજ્યું હતું. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બોરીયાવીના ફાટક સીમ ભાથીજી મંદિર પાસે રહેતા સંજય પુનમભાઈ રાઠોડ ખેતી કામ કરે છે. તેમની પડોશમાં રહેતા કુટુંબી ભત્રીજાે ભાથીભાઈ ઉર્ફે ગોકુલ રાયસિંગ રાઠોડને ૨૦મી ફેબ્રુઆરીના રોજ બાઇક પર જતો હતો. તે દરમિયાન બોરીયાવીથી રાજાેડપુરા જતાં અકસ્માત સર્જાયો હતો. આથી, સંજય સ્થળ પર પહોંચ્યો હતો. તપાસ કરતાં વઘાસી તળાવના વળાંકમાં આવેલી સોસાયટી પાસે ભાથી ઉર્ફે ગોકુલ રાયસીંગ રાઠોડને ગંભીર ઇજા પહોંચી હતી અને સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે હસમુખભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આસપાસમાં પુછતાં ભાથી ઉર્ફે ગોકુલ બાઇક લઇ વઘાસી બાજુથી રાજાેડપુરા તરફ જતા હતા તે સમયે સામેથી આવેલા અન્ય બાઇક સાથે ધડાકાભેર અકસ્માત થયો હતો. જાેકે, સામેવાળા બાઇક નં.જીજે ૨૩ એએ ૯૦૩૧ના ચાલકને પણ ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સંજયની ફરિયાદ આધારે શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

File-01-Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *