ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક નાઓની સુચના અને માર્ગદર્શન આધારે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવિઝન નાઓના સંકલનમાં રહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી પ્રવુતી નેસ્ત નાબુદ કરવા તથા દારૂબંદીના કાયદાની કડક અમલવારી થાય તે સારૂ સી.એમ.ગામિત પો.સ.ઇ. કવાંટ પોલીસ સ્ટેશન નાઓએ પોસ્ટે વિસ્તારમાં અંગત બાતમી દારો ઉભા કરેલ હતા જે બાતમીદારો થકી આજ રોજ પો.સ.ઇ. સી.એમ.ગામિત નાઓને બાતમી હકીકત મળેલ કે મહારાષ્ટ્ર રાજ્યના કેટલાક અસામાજીક તત્વો તેમની બોટમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી નર્મદા નદી વાટે હાફેશ્વર ગામના આંબલાપાણી ફળીયામાં નર્મદા નદીના કિનારે લાવી ઇગ્લીશ દારૂ વેચાણ કરવા અર્થે લાવતા હોય છે જે મળેલ બાતમી આધારે આજ રોજ તે પો.સ.ઇ. સી.એમ.ગામીત નાઓ સ્ટાફના માણસો સાથે ખાનગી વાહનો માં આંબલાપાણી ફળીયામાં નર્મદા નદીના કિનારે વોચ નાકાબંધીમાં ગોઠવાયેલ હતા જે દરમ્યાન એક ઇસમ બોટ લઈ નદી કિનારે આવતા તે બોટ તરફ પોલીસ સ્ટાફના માણસો દોડી જતા સદરીવને બોટનો ચાલક બોટ મુકી અંધારાનો લાભ લઇ નાશી ગયેલ હતો અને તેની બોટમાંથી (૧) રોયલ બ્લુ મલ્ટ વ્હિસ્કી ૭૫૦ મીલીની કંપની શીલબંધ પ્લાસ્ટીકની બોટલો નંગ ૧૮૦ ૧૫ પેટી) કિ.રૂ. ૯૦,૦૦૦/- તથા (૨) માઉન્ટસ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બિયર ૫૦૦ મીલીની કંપની શીલબંધ પતરાની ટીન નંગ ૨૪૦ (૧૦ પેટી) કિ.રૂ ૨૪,૦૦૦/- મળી કુલ બોટલ નંગ ૪૨૦ (૨૫ પેટી) કિ.રૂ ૧,૧૪,૦૦૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ. ૮૦૦૦/- તથા યોગેશભાઈ વળ્યાભાઈ પટલે ના નામનુ કોવિંડ વેક્શીન સર્ટીફીકેટનુ કાર્ડન કિ.રૂ. ૦૦/૦૦ તથા ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ વાદળી કલરની બોટ- ૧ કિ.રૂ. ૧,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૨,૨૨,૦૦૦/- નો મુદ્દામાલ પકડી પાડી કવાંટ પો.સ્ટેમાં ગુનો રજી કરવામાં આવેલ છે. આમ કવાંટ પોલીસ સ્ટેશનના સ્ટાફને પ્રોહીબીશનનો ગણના પાત્ર કેશ શોષી કાઢવામાં સફળતા મળેલ છે અને નાશી જનાર આરોપીને પક્ડી પાડવા ચક્રો ગતિમાન વોન્ટેડ આરોપી કરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


