Gujarat

મહેસાણામાં પતિના ત્રાસે પરિણીતાએ બાલીયાસણ ખાતે આપઘાત કર્યો, ૨ સામે ફરિયાદ થઇ

મહેસાણા
મહેસાણા તાલુકામાં આવતા બાલીયાસણ ગામે પરિણીતાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે.સંતાન ન થતું હોવાને કારણે પતિ અવારનવાર શારીરિક અને માનસીક ત્રાસ આપતો હતો તેમજ સાસરિયા અવારનવાર પૈસા માંગતા હોવાને કારણે પરિણીતાએ આખરે ફાસો ખાઈ મોત વ્હાલું કર્યું હતું. સમગ્ર ઘટના પગલે પરિણીતાના પિતાએ સસરા અને પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. દાસજ ગામની યુવતીના લગ્ન મહેસાણા તાલુકામાં આવતા બાલીયાસણ ગામે રહેતા સચિનજી ગોવિંદજી ઠાકોર સાથે ૨૦૧૮ની સલમા થયા હતા જાેકે લગ્ન જીવન દરમિયાન પરિણીતાને સંતાન સુખ ન મળતા પતિ અવારનવાર મહેણાં ટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપી હેરાન કરતો બાદમાં પતિનિતા કંટાળી ને રિસાઈ પોતાના પિતાને ઘરે રહેવા ચાલી ગઈ હતી જ્યાં એક માસ પોતાના પિયર રહ્યા બાદ દીકરીને સમજાવી પિતાએ ફરી સાસરે મોકલી હતી. સમગ્ર કેસમાં પરિણીતા એ સાસરી માંથી પોતાના પિતાને સારવાર માટે પૈસાની માંગણી કરી હતી. તેમજ ૧૮ ફેબ્રુઆરીના વહેલી સવારે પરિણીતાએ પોતાના ઘરે સવારે નવ કલાકે ગળે ફાસો ખાઈ આપઘાત કરી લેતા પિતાએ પોતાના જમાઈ સચિનજી ગોવિંદજી ઠાકોર અને વેવાઈ ગોવિંદજી ગોવજી ઠાકોર વિરુદ્ધ લાઘણજ પોલીસમાં કલમ ૪૯૮ (ક),૩૦૬,૧૧૪,થતા દહેજ પ્રતિબંધ ધારા ક.૪ મુજબ ગુનો દાખલ કરાવ્યો છે

Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *