Gujarat

જામનગરમાં ખીજડીયા બાયપાસ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

જામનગર
જામનગરમાં ખીજડીયા બાયપાસ રોડ પાસેથી એલસીબી પોલીસે બાતમીના આધારે ઈંગ્લીશ દારૂની ૪૮ નંગ બોટલ તથા ૪૮ નંગ ચપટા અને ગાડી, મોબાઈલ સહિત રૂ. ૨.૭૯ લાખનો મુદામાલ કબ્જે કરી ધોરસરની કાર્યવાહી હાથ ધરી હતી તથા સપ્લાયરનું નામ ખુલતા શોધખોળ હાથ ધરી છે. મળતી વિગત માહિતી મુજબ જામનગરમાં ખીજડીયા બાયપાસ રોડ પર ઈંગ્લીશ દારૂનો જથ્થો લઈ શખ્સ નીકળવાનો હોય તેવી બાતમી લોકલ ક્રાઈમ બ્રાન્ચના યશપાલસિંહ જાડેજા, સંજયસિંહ વાળા અને દોલતસિંહ જાડેજાને મળતા વોચમાં ઉભા રહી ત્યાંથી જીજે ૧૦ ડીજે ૭૬૭૩ નંબરની ઇકો કારનીકળતા રોકી તેની તલાસી લેતા તેમાંથી રૂ.૧૯,૨૦૦ની મિતનની ૪૮ નંગ બોટલ, તથા રૂ. ૪૮૦૦ની સ્મિતના ૪૮ નંગ ચપટા મળી આવતા પોલીસે ખીજડીયા ગામમાં નવા પ્લોટમાં રહેતો રાહુલ ઉર્ફે બચુભાઈ ચાવડા નામના શખ્સને ઝડપી લઈ ૨૪,૦૦૦ના દારૂ સાથે રૂ. ૨.૫૦ લાખ ની ગાડી અને રૂ.૫ હજાર નો મોબાઈલ ફોન કુલ મળી રૂ. ૨.૭૯ લાખ નો મુદામાલ કબ્જે કરી પુછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો કચ્છના સામખીયારીના શ્યામે મોકલ્યો હોવાની કબુલાત આપતા તેના વિરુધ્ધ પ્રોહી એક્ટ હેઠળ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *