Gujarat

યુવા IPS સફિન હસનની સરપ્રાઇઝ વિઝિટ, ડી સ્ટાફને સાથે રાખી રાત્રિના ૩ વાગ્યા સુધી ડ્રાઇવ

અમદાવાદ
સામાન્ય રીતે કોઈ પણ સરકારી અધિકારીઓ પોતાનો નોકરીનો સમય પૂરો થાય તે બાદ બીજા દિવસે જ નોકરી પર આવે છે. ત્યારે અમદાવાદના એક યુવા ૈંઁજી અધિકારી રાત્રે ડ્યૂટી પૂરી થયા બાદ પણ સાદાં કપડાંમાં સરપ્રાઈઝ વિઝિટ માટે આવ્યા હતા. શહેરના ભરચક એવા કાલુપુર વિસ્તારમાં રાતે ૪ કલાક જેટલો સમય રિક્ષાચાલકો માટે ડ્રાઈવ પણ યોજી હતી. આ સાથે મુસાફરો સાથે કોઈ ગેરવર્તૂણક ના કરે તે માટે રિક્ષાચાલકોને પણ સમજાવ્યા હતા. અમદાવાદમાં ટ્રાફિક પૂર્વ ડ્ઢઝ્રઁ સફિન હસન પાસે ઝોન-૩ ડ્ઢઝ્રઁનો પણ ચાર્જ છે. રાતના સમયે કાલુપુર રેલવે સ્ટેશન પર આવતા જતા મુસાફરોની અનેક ફરિયાદ હોય છે. જેમાં રિક્ષાચાલકો વધુ ભાડું વસૂલે, દાદાગીરી કરે, મુસાફરોને લૂંટે જેવા અનેક કિસ્સા બનતા હોય છે. આ અંગેની જાણ થતાં ડ્ઢઝ્રઁ સફિન હસન સરપ્રાઈઝ વિઝિટ માટે કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. ડ્ઢઝ્રઁ પહોંચતાં સ્થાનિક પોલીસના કર્મચારીઓ પણ પહોંચ્યા હતા. ઝોન-૩ ન્ઝ્રમ્ અને કાલુપુર ચોકી તથા કાલુપુર પોલીસ સ્ટેશનની ડી સ્ટાફની ટીમને સાથે રાખીને રાતે ૧૧ઃ૧૫ વાગ્યાથી ૩ વાગ્યા સુધી ડ્રાઈવ યોજી હતી, જેમાં સફિન હસન ૪ કલાક ખડેપગે હાજર રહ્યા હતા. તેમણે ટીમ સાથે મળીને રિક્ષાચાલક અને રિક્ષાને તપાસી હતી. તમામ રિક્ષાચાલકનાં લાઇસન્સ પણ તપસ્યા હતા. મુસાફરો સાથે કોઈ ગેરવર્તૂણક ના કરે એ માટે રિક્ષાચાલકોને પણ સમજાવ્યા હતા. પોલીસની આ કામગીરીને કારણે રાતના સમયે લોકોએ રાહત અનુભવી હતી. મુસાફસરોના મનમાં રાતે રિક્ષામાં બેસીને જવાનો ડર પણ પોલીસની રાતની કામગીરીને કારણે ઓછો થયો હતો. તો બીજી તરફ રિક્ષાચાલકો રાતે બેફામ બનીને આડેધડ પાર્કિંગ કરતા તથા મુસાફરો સાથે જે વર્તન કરતા હતા તે હવે પોલીસની હાજરીને કારણે ઓછું થશે. ઉચ્ચ અધિકારીની કામગીરીને કારણે અન્ય પોલીસકર્મીઓને પણ કામ કરવા માટેનું પ્રોત્સાહન મળ્યું હતું. આ અંગે સફિન હસન સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, મારી નાઈટ નહોતી, પરંતુ કાલુપુર રેલવે સ્ટેશન પર મળતી ફરિયાદોને લઈને હું મારી ફરજ સમજીને પોતે સરપ્રાઈઝ વિઝિટ માટે પહોંચ્યો હતો. પોલીસની હાજરીથી સામાન્ય નાગરિકોને રાહત મળે તો બેફામ બનેલા લોકોને પણ ડર રહે છે. હવે આ પ્રકારની સરપ્રાઈઝ વિઝિટ ચાલુ જ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *