Gujarat

રાજપીપળાની સ્વામિનારાયણ ગુરુકુલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

નર્મદા
રાજપીપળા ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકુલ ૨૦૦૧ થી શૈક્ષણિક કાર્યની સાથે સમાજ સેવા અને સામાજિક ઉથ્થાનનું કાર્ય કરે છે. સંસ્થાના મુખ્યા સિદ્ધેશ્વર સ્વામીજીના નેતૃત્વમાં આચાર્ય અમિત પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ કામ કરે છે. બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિને બહાર લાવવા શાળા દ્વારા વાર્ષિકોત્સવ અને સાંસ્કુતિક કાર્યક્રમનું આયોજન શાળાના પરિસરમાં આયોજન કરવામાં આવ્યું હતું. શિશુવિહારથી લઈને પ્રાથમિક, માધ્યમિક અને વિજ્ઞાન પ્રવાહ ઉચ્ચતર માધ્યમિક ધોરણોના ૧૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાંથી મોટાભાગના વિધાર્થીઓએ ભાગ લીધો હતો દેશભક્તિ સોન્ગ, ડાન્સ, નાટક, ફિલ્મી ડાન્સ સાથે બાળ કલાકારોએ સૌને ચકિત કરી દીધા હતા. સંસ્થાના વડા સિદ્ધેશ્વર સ્વામીજીએ પોતાના પોતાનું આશીર્વચન અપાતા જણાવ્યું હતું કે, બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર પીરસવાનું સેવા કાર્ય આ સંસ્થા ૨૧ વર્ષથી અવિરત કરી રહી છે. ધોરણ ૧૦ નું પરિણામ ૯૭ % આવ્યું, શિક્ષકોની સમગ્ર ટીમનું સન્માન કર્યું સાથે ધોરણ ૧૨ સાયન્સમાં બી વિભાગમાં માછી રિદ્ધિ સ્કૂલમાં પ્રથમ આવી, આવા સ્કૂલના તેજસ્વીઓનું પણ સન્માન કરવામાં આવ્યું બાળકોનો સર્વાંગીણ વિકાસ થાય એવી તમામ તાલીમ અહીંયા આપવામાં આવે છે.

File-02-Photo-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *