Gujarat

વલસાડ સરકારી પોલીટેક્નીક અને RTO દ્વારા પતંગના દોરાથી બચવા સેફ્ટી બેલ્ટનું વિતરણ કરાયું

વલસાડ
વલસાડ જીલ્લામાં નેશનલ રોડ સેફ્ટી વીક-૨૦૨૩ ઉજવણી અંતર્ગત ઇ્‌ર્ં વલસાડ, સીટી પોલીસ તંત્ર અને સરકારી પોલીટેક્નીક વલસાડના સંયુક્ત ઉપક્રમે તા.૧૧મી જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ બાઇક ચાલકોને પતંગના દોરાથી બચવા માટે ગળાના સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્દઘાટન વલસાડ જીલ્લા કલેકટર ક્ષિપ્રા. એસ. આગ્રે ના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં અત્યાર સુધીમાં વલસાડ હાલર રોડ, સરકારી પોલિટેક્નીક વલસાડના ગેટ પાસે તેમજ તિથલ રોડ એમ ત્રણ જગ્યાઓ ખાતે આશરે ૨૦૦૦ જેટલા બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું. કલેકટરે પોતે પણ રસ્તા ઉપર આવી નાગરિકોને સેફ્ટી બેલ્ટ આપી માર્ગસલામતી વિશે સમજણ આપી હતી. આ કાર્યક્રમમાં સરકારી પોલીટેક્નીક વલસાડના આચાર્ય રિંકુ શુક્લા, સીટી પોલિસ સ્ટેશનના પોલીસ ઈંસ્પેક્ટર, તથા ટ્રાદિક પોલીસ ટીમ પણ હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઇ્‌ર્ં વલસાડ ટીમ, સરકારી પોલીટેકનીક વલસાડની ટીમ, રોડ સેફટી ટીમ અને વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.

File-01-Page-25.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *