Gujarat

સવારે 9 થી 1 તથા બપોરે 3:30 થી 7:30 દરમિયાન આ શસ્ત્ર પ્રદર્શન જાહેર જનતા માટે ખુલ્લું રહેશે

રાજ્ય સરકાર દ્વારા જામનગરના આંગણે ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણીનું આયોજન હાથ
ધરાયું છે. જેમાં કરોડોના વિકાસ કામોના લોકાર્પણ, ખાતમુહૂર્ત, ભૂમિપૂજન, ભવ્ય પોલીસ પરેડ, રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો
તથા અદ્યતન અને પુરાતન શસ્ત્ર સાથેના શસ્ત્ર પ્રદર્શનનું જિલ્લા પોલિસ તંત્ર દ્વારા આયોજન કરાયું છે.
જેમાં આગામી તારીખ 1 થી 3 મે મે સુધી સત્યસાંઈ સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે પોલિસ વિભાગ દ્વારા અદ્યતન અને પુરાતન શસ્ત્રો
સાથેનું પ્રદર્શન પણ યોજાનાર છે. જેનું જામનગરની જાહેર જનતા સવારે ૯ થી ૧ તથા બપોરે ૩:૩૦ થી ૭:૩૦ સુધી નિદર્શન
કરી શકશે.
નીચે મુજબના શસ્ત્રો હશે આ શસ્ત્ર પ્રદર્શનમાં
ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત યોજાનાર આ શસ્ત્ર પ્રદર્શનમાં બોમ્બ ડિસ્પોઝલના સાધનો, નેત્રમ, બોડી વોર્ન કેમેરા,
બુલેટ પ્રૂફ કાર, ઓટોમેટિક ગ્રેનેડ લોન્ચર, .૩૮ બોર રિવોલ્વર, .૩૦૩ રોઝ રાયફલ, .૩૦૩ EY S.L.R રાયફલ, .303
નંબર‌‌‌-૧ માર્ક-૩ રાયફલ, ૦૩૦૩ ઈટાલીયન રાયફલ, .૪૫૫ ટી.એમ.સી, ૨” મોર્ટર, ૪૫૫ બોર રિવોલ્વર, ટીટો રિવોલ્વર,
લામા રિવોલ્વર, બ્રાઉની રિવોલ્વર, .૩૨ બોર રિવોલ્વર, વેરી લાઇટ પિસ્ટલ (કલર સેલ/રાઉન્ડવ), .૨૨ રાયફલ, MP-5 K
રાયફલ, રાયોટ ગન, ૯ એમ.એમ. કાર્બાઈન, ૯ એમ.એમ. સ્ટેન ગન, ૯ એમ.એમ. પિસ્ટલ ઓટો, ૩૮
એમ.એમ.એમ.એસ.એલ (મલ્ટી સેલ લોન્ચ ર), ૧૨ બોર પંપ એકશન ગન GF રાયફલ, ગેસ ગન સેલ, ૭.૬૨ એલ.એમ.જી,
A.G.L, માર્કસમેન બી.પી.વાહન સહિતના અત્યાધુનિક શસ્ત્રો નાગરિકો જોઈ શકશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *