સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
શ્રી લલ્લુભાઈ શેઠનો જન્મ ૧૯૧૬ માં કાનાતળાવ મુકામે થયો હતો. તેમના પિતાનું નામ મોતીચંદ શેઠ અને માતાનું નામ જેકોરબેન હતું. બાળપણથી જ લલ્લુભાઈને નવું નવું જાણવાની વૃત્તિ અને દેશ માટે કંઈક કરવાની લગની હતી . વિદ્યાર્થીકાળથી વ્યાયામની પ્રવુતિમાં વિશેષ રસ હતો. તેઓ શાળામાં આંબલી પીપળી , મોઈ દાંડિયા અને અંગકસરતની રમતોમાં ભાગ લેતા હતા.લલ્લુભાઈ બાળપણના મિત્ર શ્રી અમુલખભાઈ ખીમાણી હતાં. લલ્લુભાઈ, અમુલખભાઇ અને બીજા મિત્રો મળીને બાલમિત્ર મંડળની સ્થાપનાં કરી હતી. જેનો હેતુ ,સામાજિક , સાંસ્કૃતિક અને બાળકેન્દ્રીય પ્રવુતિઓ ને સમાજ સમક્ષ લાવવાનો હતો. લલ્લુભાઈ અને મિત્રોએ એકવાર નક્કી કર્યું કે ભાવનગરના રાજા શ્રી કૃષ્ણસિંહજી મિતિયાળા જંગલમાં શિકાર અર્થે આવ્યા હતા તો તેમની સામે અંગકસરતના ખેલ રજૂ કરીએ અને મહારાજને ભુંદરાવાડી એટલે હાલ વ્યાયામ મંદિર (અખાડો)ની જગ્યા માંગીએ. મહારાજાએ સાવરકુંડલા બાલ મિત્રમંડળના અંગ કસરતના ખેલ જોઈ ખુશ થઇને વ્યાયામમંદિરની જગ્યા લલ્લુભાઈ અને મિત્ર મંડળને આપવામાં આવી .
ઇ. સ. ૧૯૩૦માં આઝાદીની લડાઈ ચાલતી હતી એ દરમિયાન રાજકોટથી મોહનલાલ મહેતા અને વજુભાઈ શાહ સાવરકુંડલા આવ્યા હતા. આ બંને નેતાઓએ યુવાનોને રાષ્ટ્રીયતા અને દેશપ્રેમના પાઠ ભણાવ્યા. તેનાથી પ્રભાવિત થઈ મીઠાં સત્યાગ્રહમાં ઈ. સં. ૧૯૩૦માં ચૌદ વર્ષની ઉંમરે ઘરેથી ભાગી જઈને લલ્લુભાઇ અને કાંતિલાલ મહેતા ધોલેરા સત્યાગ્રહમાં જોડાયા. ચૌદ વર્ષના બાળક લલ્લુભાઈને જોઈ રસિકલાલ પરીખ, દેવીબેન પટ્ટણી, બળવંતભાઈ મહેતા, વિસ્મય સાથે આનંદિત થયાં. માતા પિતા અને કુટુંબજનો તેમને પકડી અને ઘેર લાવતા હતા ત્યાંથી રાત્રે ઢસા સ્ટેશનથી પાછા ભાગી ગયા. મીઠાં સત્યાગ્રહમાં લીંબડી પહોંચ્યા. લીંબડીમાં સ્વાતંત્ર્ય સૈનિકો પર અનેક અત્યાચારો કરવામાં આવ્યા. લલ્લુભાઈની નાની ઉંમર હોવાથી છોડી મુક્યા. લલ્લુભાઇ હિમ્મત હાર્યા નહિ અને સમશાનમાં રાત્રી રોકાણ કર્યું. ત્યારબાદ ઘોઘા સત્યાગ્રહમાં જોડાયા અને ત્યાં પકડાયા. લલ્લુભાઇને બે ગુના બદલ ત્રણ ત્રણ મહિનાની એમ છ માસની સજા થઈ જેલમાં પરિવારના સભ્યોએ સમજાવ્યા ન માન્યા જેથી સાબરમતી જેલમાં અનેક યાતનાઓ કરવામાં આવી. સાબરમતી જેલમાંથી છૂટ્યા એટલે તેમને પોલીસ કુંડલા મૂકી ગઈ. ત્યાં તેમને નજર કેદમાં રાખવામાં આવ્યા. ઈ. સં.૧૯૩૪માં લોકો માટે જરૂરી વસ્તુઓ માટે જવાહર ભંડાર શરુ કર્યો. ઈ. સં. ૧૯૩૮માં ગાંધીજીએ રાજકોટમાં વિરાવાળા સામે સત્યાગ્રહની લડત ઉપાડી જેમાં લલ્લુભાઇ અને મિત્ર મંડળ જોડાયું. ૧૯૪૨ની હિન્દ છોડો લડતમાં ભાગ લીધો. લલ્લુભાઇ ઈ. સં.૧૯૪૪માં નિર્મળાબેન સાથે લગનગ્રંથિથી જોડાયા હતા. ઈ. સં.૧૯૪૬માં કુંડલા ગ્રામ સેવા મંડળની સ્થાપના કરી. ઈ. સં.૧૯૪૭માં ભારત આઝાદ થતાં સાવરકુંડલા બાજુમાં આવેલ ગાઘકડા જૂનાગઢ રાજ્યમાં આવતું. રતુભાઇ અદાણીએ લલ્લુભાઇ અને અમૂલખભાઈને સંદેશો મોકલ્યો કે ગાધકડા ગામને ભારતસંઘ સાથે જોડવું છે. લલ્લુભાઇએ નવાબનો ખાસ વફાદાર નુરમામદને પકડી લીધો આમ ગાધકડામાં આર.જી. હકુમતનો ઝંડો લહેરાયો અને ગાઘકડા ભારત સંઘ સાથે જોડાયું. લલ્લુભાઇ સાવરકુંડલા બાલમંદિરથી લઈ કોલેજ સુધી શૈક્ષણિક સંસ્થાઓ શરુ કરી. સ્વ. મનુભાઈ પંચોલીએ લલ્લુભાઇને બિરદાવતાં કહ્યું હતું કે લલ્લુભાઇ સાવરકુંડલામાં રચનાત્મક પ્રવૃત્તિઓના માધ્યમથી વિદ્યામંદિરોના આંબાઓ રોપ્યા છે લલ્લુભાઇની રાજકીય પ્રવુતિમા લોક કલ્યાણ છુપાયેલું હતું. ૧૯૫૨,૧૯૭૫,૧૯૯૦ આમ ત્રણ વખત સાવરકુંડલાના ધારાસભય રહ્યા હતા. ૧૯૭૫ થી ૧૯૮૦ દરમિયાન જનતા સરકારમાં પુરવઠા મંત્રી રહ્યા હતા. પ્રધાન હોવા છતાં ૭૬ વર્ષની વયે એસ.ટી. માં મુસાફરી કરતા. નિયમિત પૂનમ મીટીંગમાં હતા. સાવરકુંડલામાં શ્રી લલ્લુભાઇની સ્મૃતિમાં શ્રી લલ્લુભાઇ આરોગ્ય મંદિર કાર્યરત છે. જેમાં તમામ મેડિકલ સેવાઓ નિ:શુલ્ક આપવામાં આવે છે. શ્રી લલ્લુભાઇ શેઠ ગાંધી વિચાર, ખાદી કામ અને રચનાત્મક પ્રવૃત્તિઓના માધ્યમથી સતત તાલુકાની જ જનતાની સુપેરે સેવા કરી હતી. શ્રી લલ્લુભાઇ શેઠ ઈ. સં. ૧૯૯૨માં ગાંધી નિર્માણ દિવસે મુત્યુ પામ્યા. ત્યારે લોકો એ પોતાના પ્રિય નેતાને અશ્રુભીની આંખે વિદાય આપી હતી.
– – – રજૂઆત અને સંકલન શ્રી મનીષભાઈ બાલુભાઈ વિંઝૂડા. સાવરકુંડલા.


