પ્રેસનોટ તા.૦૬/૦૩/૨૦૨૩
સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક હાથ બનાવટની દેશી જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે એક ઈસમને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ. શ્રી ગૌતમ પરમાર સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરનાંઓ દ્વારા સમગ્ર ભાવનગર રેન્જમાં બનતા ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને ત્તાત્કાલીક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ, નાંઓ દ્વારા એ.ટી.એસ.ચાર્ટર મુજબના ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને ત્તાત્કાલીક પકડી પાડી આરોપીઓ અંગે માહિતી મેળવી, આવા ઈસમોને જેલ હવાલે કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.જી.દેસાઇ, તથા એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એચ.જી.મારૂ, તથા એસ.ઓ.જી.ટીમ, એ.ટી.એસ.ચાર્ટર લગત સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, વણોટ થી દાધીયા જવાનાં રસ્તા ઉપર એક ઇસમ ગેરકાયદેસર એક હાથ બનાવટની દેશી જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર હથિયાર) પોતાના કબ્જામા રાખી ઉભેલ છે. અને તે આજરોજ કોઇ ગુન્હો કરવાની પેરવીમાં હોય, જે અનુસંઘાને બાતમીવાળી જગ્યાને કોર્ડન કરી રેઇડ કરતા એક હાથ બનાવટની દેશી જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે એક ઈસમને ઝડપી પાડેલ છે.
પકડાયેલ આરોપી ઃ-
ગુલાબભાઇ હુશેનભાઇ લાડક, ઉ.વ.૩૩, ધંધો.મજુરી, રહે.વીજપડી, બી.પી.એલ. વિસ્તાર, નવાગામ, જાંબુડા રોડ, તા.સાવરકુંડલા, જિ.અમરેલી.
પકડાયેલ આરોપીનો ગુન્હાહિત ઈતીહાસ ઃ-
મજકુર પકડાયેલ ઈસમ ગુલાબભાઇ હુશેનભાઇ લાડક વિરૂધ્ધ આ અગાઉ (૧) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે., I/0047/2018, IPC કલમ 380, 447 તથા (૨) સાવરકુંડલા ટાઉન પો.સ્ટે., I/0020/2019, IPC કલમ 379, 447 (૩) સાવરકુંડલા ટાઉન I/0020/2019, IPC કલમ 379, 447 (૪) ખુંટવડા પો.સ્ટે., પ્રોહી./11198030200234/2020 પ્રોહી.કલમ 65(a) (a) (૫) ખુંટવડા પો.સ્ટે.,I/11198030200003/2020, IPC કલમ 114, 504, 506(2), 135 (૬) ખુંટવડા પો.સ્ટે., પ્રોહી. 11198030210056/2021, પ્રોહી.કલમ-66(1) (b) તથા (૭) ખુંટવડા પો.સ્ટે.,પ્રોહી.-11198030210050/2021, પ્રોહી.કલમ-66(1) (b) મુજબના ગુનાઓ રજીસ્ટર થયેલ છે.
મજકુર પકડાયેલ ઈસમનાં કબ્જામાંથી એક હાથ બનાવટની દેશી જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે પકડી પાડેલ અને પકડાયેલ ઇસમ વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી, ગુન્હો દાખલ કરાવી આરોપીને વધુ તપાસ અર્થે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ, નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ અમરેલી એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.જી.દેસાઇ, તથા એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એચ.જી.મારૂ, તથા હેડ કોન્સ. સુરેશભાઇ મેર, જીતેન્દ્રભાઇ મહેતા, તથા પો.કોન્સ., તથા પ્રવિણસિંહ ચૌહાણ તથા મહેશભાઇ રાઠોડ દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


