હડિયાણા ગામે જોડિયા વાળા ઇશાક સુલેમાન સાયચા દ્વારા સતત બીજા વર્ષ થી અવિરત ફ્રી કેમ્પ જોડિયા.. હડિયાણા..બાલાચડી ના મુસ્લિમ જમાતના આગેવાનો સાથે મળી ને કેમ્પમાં સેવાઓ આપી રહ્યા છે.. અને જોડિયા વાળા ઇશાકભાઈ તરફથી દર વર્ષે ફ્રી ભોજન.. સારવાર. કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ કેમ્પમાં જામનગર જિલ્લાની આસપાસ ના ગ્રામ્ય વિસ્તારોમાંથી પગપાળા હાજીપીર ની યાત્રા એ જવા માટે નીકળે છે.અને લાલપુર ગામના એક મુસ્લિમ દમપતિ છેલ્લા 17 વર્ષ થી ભાઈ પોતાના ભત્રીજા ને બાળક જન્મે તેની માનતા રાખી હતી. અને એ માનતા પૂર્ણ થઈ ગઈ હોવા છતા પણ હજી સુધી તેમના શરીર ઉપર આશરે 60 કિલ્લો ની લોખંડી ઝજીર બાંધી ને ચાલીને જાય છે. કોઈ પણ જગ્યાએ ઝજીર ને ઉતારી ને રાખવા ની નહીં. ફક્ત હાજીપીર દાદા ની જગ્યાએ સલામ ભરીને માનતા પૂર્ણ થઈ જાય પછી શરીર ઉપર થી ઉતારવાની થાય છે. અને આ કેમ્પમાં ત્રણ ગામના એટલે કે જોડિયા. હડિયાણા.બાલાચડી ગામના સમસ્ત મુસ્લિમ જમાતના આગેવાનો સાથે મળી ને સહકાર આપે છે. અને આ સાથે કેમ્પમાં પણ હિન્દૂ મુસ્લિમ કોમી એકતા સાથે હળીમળીને કેમ્પમાં સાથ સહકાર ના દર્શન જોવા મળે છે….
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા…………….


