જૂનાગઢ નો મહાશિવરાત્રીનો મેળો એટલે ભજન ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ. પરંપરાગત આ મેળામાં આ વર્ષે
લાખો લોકોએ મુલાકાત લઇ મેળા નો આનંદ માણ્યો છે. ભાવિકો વિવિધ આશ્રમો મંદિરોના દર્શન અને શિવજીની આરાધના કરી ધન્ય થયા
છે.
જુનાગઢ જિલ્લાના કલેક્ટર શ્રી રચિત રાજે મેળાના સફળ આયોજન માટે છેલ્લા એક મહિનાથી જુદી જુદી તૈયારી કરી રહેલા આયોજન
કરી રહેલા અને છેલ્લા ચાર પાંચ દિવસથી સતત ખડે પગે તમામ વિભાગો -કચેરીઓના કર્મયોગીઓને બિરદાવ્યા છે. ભાવિકોની સુરક્ષા
સુવિધા સેવા, તેની વ્યવસ્થા જળવાઈ રહે તેમ જ ચાર પાંચ દિવસ દરમિયાન અંદાજે ૧૫ થી ૧૮ લાખ લોકોની વ્યવસ્થા માટે ખડે પગે
તમામ કર્મયોગીઓને અભિનંદનનને પાત્ર ગણાવ્યા છે.
મેળામાં અન્ન ક્ષેત્રો અને તેના આયોજકો- સ્વયંસેવકોની અવિરત સદા વ્રતની સેવા અને સાધુ સંતોના આશીર્વાદથી
ભાવિકો ધન્ય થયા છે. કલેકટર શ્રીએ મહાશિવરાત્રીનીપુર્વ રાત્રીએ વિવિધ આશ્રમો અખાડા તેમજ ભવનાથ મંદિરના દર્શન અને સાધુ સંતો
સાથે વિવિધ વ્યવસ્થાના આયોજન અંગે સમીક્ષા પણ કરી હતી. મહાશિવરાત્રીના મેળાની શાંતિપૂર્ણ પુર્ણાહુતિ અંગે સૌનો આભાર પણ
વ્યક્ત કર્યો છે.કલેકટરશ્રીએ મેળાનું કવરેજ કરનાર સ્થાનિક ,પ્રાદેશિક અને નેશનલ મીડિયાના કર્મીઓનો પણ આભાર માન્યો છે.


