Gujarat

અંબાજી ખાતે એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલના ચોથા રાજ્યકક્ષાના સાંસ્કૃતિક અને સાહિત્યિક સમારોહ- 2023નો  શુભારંભ કરાયો

રાજ્યના 14 જિલ્લામાંથી 34 એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલના 1300 વિદ્યાર્થીઓ અને 100 શિક્ષકોએ ભાગ લીધો*
         મિનિસ્ટ્રી ઓફ ટ્રાયબલ અફેર્સ (ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા) NESTS અને ટ્રાયબલ ડેવલોપમેન્ટ ડીપાર્ટમેન્ટ (ગવર્નમેન્ટ ઓફ ગુજરાત) ના સંયુક્ત ઉપક્રમે અંબાજી એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ ખાતે આયોજિત રાજ્યકક્ષાના ચોથા સાંસ્કૃતિક અને સાહિત્યિક સમારોહ 2023નો આદિવાસી પ્રાયોજના વહિવટદારશ્રી આર.આઈ. શેખના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.
     તા. 25 અને 26 ઓગષ્ટ એમ બે દિવસ યોજાનાર સાંસ્કૃતિક અને સાહિત્યિક સમારોહમાં આજે પ્રથમ દિવસે  “આદિવાસી થીમ” પર ગ્રુપ સોન્ગ, સોલો સોન્ગ, ઓન ધ સ્પોટ પેઇન્ટિંગ, થિયેટર, સ્પેલ બી, ક્રિએટિવ રાઇટિંગ, કવિઝ અને ટીચર ઇવેન્ટ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા આદિવાસી સંસ્કૃતિની અદભુત પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સ્પર્ધાના અંતે વિજેતા સ્કૂલના વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
      આયોજિત આ બે દિવસીય સાંસ્કૃતિક અને સાહિત્યિક સમારોહમાં રાજ્યના 14 જિલ્લામાંથી 34 એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલના 1300 જેટલા વિદ્યાર્થીઓ અને 100 જેટલા શિક્ષકોએ ભાગ લીધો છે.
     એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ અંબાજી ના આચાર્યશ્રી ગીરીશભાઈ પટેલ તેમજ સ્ટાફ ગણ દ્વારા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમનું સુચારુ આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી છે.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG-20230825-WA0038.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *