ઉના શહેરનાં કોટ વિસ્તારમાં રહેતા અને દારૂ પીવાની ટેવ ધરાવતાં હિસ્ટ્રીચિટરને ઉના પોલીસએ બાઇક પર ગેસનો બાટલો લઈ રાત્રિનાં સમયે નિકળતાં પકડી પાડી પુછપરછ કરતાં અગાઉ અનેક ગુન્હા આચરનાર મુનસી રહીમ ઉર્ફે પોચા હમીદને ઝડપી તેણે અગાઉ અન ડીટેકટ ગુન્હાની ચોરી કરેલ વધું બે બાઈક પણ કાઢી આપેલ હતી.
વધુ માહિતી પોલીસ અધિકારી સી.બી.જાડેજાએ આપતાં જણાવેલ કે અગાઉ દશ જેટલાં દારૂ, ચોરી, પશુ, ધાતકીય ગુન્હા મારામારી જેવાં ગુન્હા આચરીય રખડું જીવન જીવતાં આ ગુન્હા હિત હિસ્ટ્રી ધરાવતા રહિમ ઉર્ફે પોચા હમીદ મુનસીએ ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2023નાં બે બાઈક ચોરીનાં બનાવની ફરીયાદ નોધાયે હતી. તે ચોરીનાં મુદામાલની હોન્ડા મોટરસાઇકલ પણ કાઢી આપતાં એકટીવા સહિત ત્રણ બાઈક ગેસનો બાટલા સહિત કુલ રૂ. 59,000નો મુદામાલ કબજે કરી વધું પુછપરછ હાથ ધરવામાં આવી છે..
જીલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઉના સર્વલન્સ સ્કોડનાં પી એસ આઇ સી.બી. જાડેજા તેમજ એ એસ આઇ ડી એમ પરમાર, પ્રદીપસિંહ રાયજાદા, જે એલ વાધેલા, અભેસિંગ ચૌહાણ, ઈન્દ્રજી જાદવ, અજીતસિંહ ચાવડા, રાહુલભાઈ છેલણા, કૌશિકભાઈ વાળા , નવીનભાઈ સોલંકી સહિતના સ્ટાફે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન આ ગુન્હા આચરતાં શખ્શને પકડી પાડી ઉના પોલીસ સ્ટેશન લાવતાં પ્રથમ 41 વન ડી હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરવામાં આવતાં વધુ બે બાઈક ચોરીનાં અનડિટેકટ ગુન્હાનો ભેદ ઉકેલાયો હતો. અને ત્રણ બાઈક એક ગેસ સિલિન્ડર કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી..

