બોડેલી તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લાના ધરતી પુત્રો દ્વારા ખરીફ સીઝન માં મુખ્ય મુખ્ય છ પાકો લેવામાં આવે છે જેમાં કપાસ ડાંગર મકાઈ તુવેર અડદ અને સોયાબીન નો સમાવેશ થાય છે સાથે સાથે શાકભાજી અને ઘાસચારો ની પણ વાવણી કરવામાં આવે છે
જિલ્લામાં ખેતી લાયક વરસાદ વરસી પડ્યો હોઇ અત્રે ના ધરતી પુત્રો દ્વારા 1,54,665 હેક્ટર જમીન માં વાવેતર પૂર્ણ કરી દેવામાં આવ્યું છે જેમાં સૌથી વધુ કપાસ નું 102673 હેક્ટર માં કપાસ નુ વાવેતર કરવામાં આવ્યું છે જ્યારે બીજા નંબરે તુવર નું વાવેતર 11427હેકટર માં કરવામાં આવ્યું છે ત્રીજા નંબરે સોયાબીન નુ 11347હેકટર માં વાવેતર કરવામાં આવ્યું છે ચોથા નંબરે મકાઇ 9684 હેક્ટર માં વાવેતર થયેલ છે જ્યારે પાંચમા નંબરે ડાંગર નુ 7596હેક્ટર માં વાવેતર થયેલ છે જ્યારે છઠ્ઠા નંબરે અડદ નું 2835 હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે
છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકામાં કપાસનું વાવેતર સૌથી વધુ સંખેડા માં 21801,બોડેલીમાં 21113, નસવાડીમાં 21081, કવાટમાં 18552, પાવી જેતપુરમાં 14767, જ્યારે સૌથી ઓછુ છોટાઉદેપુર તાલુકામાં 5359 હેકટર માં કપાસ નું વાવેતર કરવામાં આવ્યું છે
છોટાઉદેપુર જિલ્લામાં પાછલા ત્રણ વર્ષની એવરેજ જોવા જઈએ તો હાલ 80% વિસ્તારમાં વાવેતર કરી દેવામાં આવ્યું છે હજી કેટલાક તાલુકામાં ડાંગરનું વાવેતર વધે તેમ છે કારણકે હજી નસવાડી અને સંખેડા તાલુકામાં ડાંગરની વાવણી થાય તેવો વરસાદ પડ્યો નથી જેથી આ બંને વિસ્તારમાં તેમજ બોડેલીના કેટલાક વિસ્તારોમાં ડાંગરની વાવણી ચાલુ હોઇ ડાંગરની વાવણીમાં ચોક્કસપણે વધારો જોવા મળશે હાલ ડાંગરનું વાવેતર સૌથી વધુ છોટાઉદેપુર તાલુકામાં 3943 હેક્ટર માં વાવેતર થયેલ છે જ્યારે બીજા નંબરમાં 1885 હેક્ટરમાં પાવીજેતપુર તાલુકો છે જ્યારે સૌથી ઓછું નસવાડી તાલુકામાં માત્ર 131 હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયેલ છે…. દિવાન
જ્યારે મકાઈનું વાવેતર સૌથી વધુ છોટાઉદેપુર જિલ્લામાં 2910 હેક્ટર માં કરવામાં આવેલ છે બીજા નંબરે પાવીજેતપુર તાલુકામાં 2466 હેક્ટર માં વાવેતર કરવામાં આવ્યું છે જ્યારે કવાટ તાલુકામાં 23004 હેક્ટરમાં તથા નસવાડી તાલુકામાં 1922 હેકટર માં વાવેતર થયેલ છે જ્યારે સૌથી ઓછું માત્ર 82 હેક્ટરમાં બોડેલી તાલુકામાં મકાઈનું વાવેતર થયેલ છે જ્યારે સંખેડામાં ડાંગર મકાઈ અડદનું વાવેતર કરેલ નથી બોડેલી તાલુકા સહિત જિલ્લામાં 80% વાવેતર પૂર્ણ સૌથી વધુ એક લાખ ઉપરાંત હેક્ટરમાં કપાસનું વાવેતર થયું હોવાની માહિતી મળી રહી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


