કવાંટ તાલુકાના પાનવડ ખાતે એક નવીન દવાખાનાનું ઉદ્ઘાટન પાવી જેતપુર વિધાન સભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું , કવાંટ તાલુકાના અંતરિયાળ ગામ રૂમડિયાનાં વતની ડૉ.રાહુલભાઈ નરેશભાઈ રાઠવા જેઓ અથાગ પરિશ્રમ કરીને આણંદની ડૉ વી. એચ. દવે હોમિયોપેથીક મેડિકલ કોલેજ થી B.H.M.S થયા છે તેમજ થોડાં દિવસ પહેલાં જ ડૉ રાહુલ રાઠવા ને કોલેજ કાળ દરમિયાન શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકેનો પણ એવોર્ડ આપવામાં આવ્યો હતો રાઠવા સમાજ માટે ગૌરવની બાબત છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


