Gujarat

ટી-૨૦ શ્રેણી બાદ વનડે શ્રેણી મેચ રમવા માટે ભારતીય ટીમ તૈયાર

T20 બાદ હવે ભારત અને દક્ષિણ આફ્રિકા વનડે સીરીઝમાં સામસામે આવવા માટે તૈયાર છે. આ શ્રેણીની પ્રથમ મેચ રવિવારે જાેહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચને પિંક ઓડીઆઈ નામ આપવામાં આવ્યું છે જેમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ગુલાબી ડ્રેસ પહેરીને આવી હતી.

તેનો હેતુ સ્તન કેન્સર વિશે જાગૃતિ ફેલાવવાનો છે.. આ શ્રેણીમાં કેએલ રાહુલ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહ્યો છે. જ્યારે દક્ષિણ આફ્રિકાની કમાન એઈડન માર્કરામના હાથમાં છે. ભારતે આ શ્રેણીમાં તેના ઘણા મહત્વના ખેલાડીઓને આરામ આપ્યો છે. આ શ્રેણી માટે પસંદગીકારોએ યુવા ખેલાડીઓની બનેલી ટીમની પસંદગી કરી છે.

Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *