સાવરકુડલા નગરપાલીકા ખાતે લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા નગરપાલિકામાં સોપારી તેમજ તમાકુના હોલસેલ વેપારી એસોસીએશનની મેહુલભાઈ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી જેમાં કારોબારી ચેરમેન અશોકભાઈ ચૌહાણ, ઉપ-પ્રમુખ પ્રતીકભાઈ નાકરાણી, સેનિટેશન વિભાગના ચેરમેન મેઘાબેન હેમાંગભાઈ ગઢીયાની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી. આ બેઠકમાં પ્લાસ્ટિક ઝુંબેશની માહિતી આપી તેમજ હોલસેલ સોપારી તેમજ તમાકુના વેપારીઓએ જોડાઈ અને આ ઝુંબેશને સફળ બનાવવાની બાંહેધરી આપી હતી

