Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોના સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન ધારકોની સસ્ટેઈનેબિલિટી માટે મહત્વપૂર્ણ સંવેદના સ્પર્શી ર્નિણય

ગાંધીનગર,
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં સરકાર માન્ય સસ્તા અનાજના દુકાનધારકોની સસ્ટેઈનેબિલિટી માટે ઐતિહાસિક અને સંવેદના સ્પર્શી ર્નિણય કર્યો છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા અને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહ પરમારે આ ર્નિણયની વિગતો આપતાં કહ્યું કે, રાજ્યમાં વાજબી ભાવની દુકાનો પૈકી જે દુકાનદાર કાયમી હોય, દ્ગહ્લજીછ રેશનકાર્ડની સંખ્યા ૩૦૦ થી ઓછી હોય અને તેની પાસે અન્ય કોઈ નિયમિત દુકાનનો ચાર્જ ન હોય, આવી દુકાનો પૈકી જેમની દુકાનોમાં કમિશનની રકમ રૂ. ૨૦,૦૦૦/- થી ઓછી થતી હોય તેવી દુકાનોને પોષણક્ષમ આવક મળી રહે તે માટે ઘટતી રકમ રાજ્ય સરકાર દ્વારા આપવાનો ર્નિણય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા લેવામાં આવ્ચો છે.
મંત્રીશ્રીઓએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યભરના વાજબી ભાવના દુકાનદારો દ્વારા નાગરિકોના હિતમાં આગામી તહેવારોને ધ્યાને રાખીને આજથી જ સસ્તા અનાજના જથ્થાનું વિતરણ નિયમિત રીતે ચાલુ કરવામાં આવશે. આવતીકાલ રવિવારે પણ દુકાનદારો અનાજ વિતરણની કામગીરી ચાલુ રાખે તેવી અપીલ પણ તેમણે કરી તેનો સૌ દુકાનદારોએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. રાજ્યના આવા દુકાનદારોને માસિક રૂ. ૨૦,૦૦૦ ની આવક થઈ શકે તે માટે દુકાનદારોને મળતા કમિશનમાં રાજ્ય સરકાર તરફથી રૂ. ૨૦,૦૦૦ સામે પડતી ફક્ત ઘટતી રકમ પુરતો વાર્ષિક ખર્ચ રૂ. ૩૫.૫૩ કરોડનો વધારાનો બોજાે રાજ્ય સરકાર વહન કરશે તેમ પણ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ.

File-02-Page-Ex-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *