ગાંધીનગર
દેશમાં સ્થાનિક સ્તરે મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી મહત્વાકાંક્ષી ઁન્ૈં (પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ) યોજના સંબંધિત એક રિસર્ચ રિપોર્ટમાં ઘણી મહત્વપૂર્ણ બાબતો પ્રકાશમાં આવી છે.
ઝ્રઇૈંજીૈંન્ માર્કેટ ઇન્ટેલિજન્સ એન્ડ એનાલિસિસ (સ્ૈંશ્છ) દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના એક અહેવાલ પ્રમાણે ઁન્ૈં (પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ) યોજના હેઠળ ગુજરાત, તમિલનાડુ અને કર્ણાટક ઝ્રછઁઈઠના સૌથી મોટા હિસ્સેદાર હશે.
ઝ્રઇૈંજીૈંન્ એ પોતાના આ રિપોર્ટમાં ૧૪ મુખ્ય ક્ષેત્રોમાંથી ૯નું વિશ્લેષણ કર્યું છે. આ નવ મુખ્ય ક્ષેત્રોમાં છઝ્રઝ્ર બેટરી, સોલાર પીવી, ટેક્સટાઈલ સેક્ટર, મોબાઈલ, ફૂડ પ્રોસેસિંગ, ટેલિકોમ્યુનિકેશન, ગુડ્સ, આઈટી હાર્ડવેર અને મેડિકલ ડિવાઈસ સેક્ટરનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રોમાં ઁન્ૈં (પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ) યોજના હેઠળ સમગ્ર દેશમાં ?૨.૮ લાખ કરોડનું રોકાણ આકર્ષિત થવાનો અંદાજ છે.
ગુજરાત ભારતમાં અત્યારસુધીમાં થયેલા અંદાજિત ઁન્ૈં ઝ્રછઁઈઠ ના ૨૮% આકર્ષિત કરશે
ઝ્રઇૈંજીૈંન્ના સંશોધન મુજબ, ભારતમાં અત્યારસુધીમાં થયેલા અંદાજિત ઁન્ૈં ઝ્રછઁઈઠ ?૨.૮ લાખ કરોડના ૨૮% એટલે કે ?૩૬,૦૦૦ કરોડથી વધુનું રોકાણ એકલા ગુજરાતમાં આકર્ષિત થવાનો અંદાજ છે. ગુજરાતમાં થનારા આ ઁન્ૈં રોકાણમાંથી ?૯,૦૦૦ કરોડ એડવાન્સ્ડ કેમિસ્ટ્રી સેલ (છઝ્રઝ્ર) બેટરી સેક્ટર, ?૨૪,૦૦૦ કરોડ સોલર ઁફ સેક્ટર, ?૩,૦૦૦ કરોડ ટેક્સટાઈલ સેક્ટર અને ?૫૦૦ કરોડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે.
જાેકે, તમિલનાડુ આ કેટેગરીમાં પ્રથમ સ્થાને છે, જ્યાં કુલ ઁન્ૈં ઝ્રછઁઈઠ ના એક તૃતીયાંશ એટલે કે ?૪૨,૦૦૦ કરોડથી વધુ રોકાણ થવાનો અંદાજ છે. ગુજરાત ૨૮% એટલે કે ?૩૬,૦૦૦ કરોડથી વધુ અંદાજિત રોકાણ સાથે બીજા સ્થાને છે અને ૧૧ ટકા એટલે કે ?૧૪,૦૦૦ કરોડના અંદાજિત રોકાણ સાથે આ શ્રેણીમાં કર્ણાટક ત્રીજા સ્થાને છે. અન્ય તમામ ભારતીય રાજ્યો, એટલે કે કુલ ૨૫ રાજ્યોની વાત કરવામાં આવે તો, આ રાજ્યોને આ ૯ ક્ષેત્રોમાં ઁન્ૈં તરફથી ફક્ત ૨૮ ટકા અથવા ?૩૬,૦૦૦ કરોડનું અંદાજિત રોકાણ મળશે.
સોલાર પીવી ક્ષેત્રમાં અંદાજિત ઁન્ૈં ઝ્રછઁઈઠમાં ગુજરાતનો હિસ્સો ૭૬% રહેવાનો અંદાજ
દેશમાં સોલાર પીવી સેક્ટરમાં થયેલા અંદાજિત ઁન્ૈં ઝ્રછઁઈઠમાં ગુજરાતનો હિસ્સો ૭૬% એટલે કે ?૨૪,૦૦૦ કરોડથી વધુ રહેવાનો અંદાજ છે, જ્યારે બાકીના ૨૪ ટકા આંધ્ર પ્રદેશને મળવાનો અંદાજ છે. આ નવ ક્ષેત્રોમાં, છઝ્રઝ્ર બેટરીમાં રોકાણ ક્ષમતાનો અંદાજ સૌથી વધુ છે, જે ?૫૨,૦૦૦ કરોડ છે. આ અંદાજિત રોકાણ ક્ષમતાનો સૌથી વધુ લાભ તમિલનાડુને થઈ શકે છે, જે ૬૭ ટકા એટલે કે ?૩૫,૦૦૦ કરોડ છે, જ્યારે ગુજરાત અને કર્ણાટકને છઝ્રઝ્ર બેટરી સેક્ટરમાં ૧૭ ટકા એટલે કે લગભગ ?૯,૦૦૦ કરોડ મળવાનો અંદાજ છે.
ઝ્રઇૈંજીૈંન્ સ્ૈંશ્છના ડાયરેક્ટર-રિસર્ચ હેતલ ગાંધીએ ઁન્ૈં યોજના પરના એમના રિસર્ચ રિપોર્ટમાં ગુજરાતના આંકડાઓ વિશે જણાવ્યું હતું કે, “અમારો અંદાજ છે કે ભારતમાં ઁન્ૈં યોજના અંતર્ગત ઝ્રછઁઈઠ હાલમાં ?૨.૮ લાખ કરોડ છે. તેમાંથી ?૧.૪ લાખ કરોડ માટે લોકેશન પણ ફાઇનલ થઈ ચૂક્યા છે. તેમાંથી લગભગ ૩૦% રોકાણ ગુજરાતમાં થવાની અપેક્ષા છે, અને ત્યારબાદ તમિલનાડુ અને કર્ણાટકમાં રોકાણ થવાની અપેક્ષા છે. મોટાભાગના ઁન્ૈં ક્ષેત્રોને વીજળીની વધુ આવશ્યકતા હશે, અને ગુજરાત છેલ્લા બે દાયકાઓથી એક એનર્જી સરપ્લસ રાજ્ય તરીકે પોતાની ઓળખ ધરાવે છે, એટલે ગુજરાત ઁન્ૈં ક્ષેત્રોના ઝડપી વિકાસમાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે. આ ઉપરાંત, ઓછો વીજળી ખર્ચ, શ્રેષ્ઠ ઇન્ફ્રા લોજિસ્ટિક્સ અને ઝડપી મંજૂરી પ્રક્રિયા, વગેરે કેટલાક મુખ્ય કારણો છે જેના લીધે ઁન્ૈં ક્ષેત્રોના લીડર્સે ગુજરાતને પસંદ કરવાનો ર્નિણય કર્યો છે.”
ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત વર્તમાન સમયની ઔદ્યોગિક માંગને અનુરૂપ સતત પોતાની નીતિઓ બનાવી રહ્યું છે અને તમામ પ્રકારના જરૂરી વહીવટી ફેરફારો પણ કરી રહ્યું છે. સાથેસાથે કંપનીઓને આકર્ષક પ્રોત્સાહનો પણ આપી રહ્યું છે. ઉપરોક્ત આંકડાઓ ભૂપેન્દ્ર પટેલની નીતિઓની સફળતા તરફ નિર્દેશ કરે છે. તેથી જ એમ કહી શકાય કે ઝ્રઇૈંજીૈંન્ ના આ રિપોર્ટ મુજબ કેન્દ્રની ઁન્ૈં યોજના હેઠળ રોકાણ હાંસલ કરવામાં ગુજરાત દેશના બાકી રાજ્યોની તુલનામાં ઘણું આગળ નીકળી શકે છે.
ટ-ટ-ટ