Gujarat

છોટાઉદેપુરની અછાલા પ્રાથમિક શાળામાં લોકશાહી ઢબે બાળસંસદની ચૂંટણી યોજાઇ.

છોટાઉદેપુર જિલ્લામાં આવેલી અછાલા શ્રેષ્ઠ પ્રાથમિક શાળામાં  લોકશાહી ઢબે ચુંટણી પ્રક્રિયા યોજાઈ હતી. સમગ્ર ચુંટણી પ્રક્રિયા બાળકોએ બેલેટ દ્વારા કરવામાં આવી હતી..ધોરણ 3 થી 8 નાં તમામ બાળ મતદારોએ ખૂબ જ ઉત્સાહથી પોતાના ઉમેદવારોને વોટ આપ્યા હતા. સવિશેષ બી. એડ કોલેજ ખંટબાના તાલીમાર્થીઓ રંજનબેન, નિર્મિષાબેન, રંજનબેન, અમદાવાદ બી. એડ કોલેજના તાલીમાર્થી દક્ષાબેન દ્રારા બાળકોને ચૂંટણી પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપ્યું હતું. કુલ 8 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો  ભર્યા હતા.લોકશાહી ઢબે યોજાયેલી બાળ સંસદની ચુંટણીમાં મહામંત્રી તરીકે રાઠવા કૌશિકભાઈ તથા મહિલા મહામંત્રી રાઠવા રેહુબેન વી બહુમતીથી વિજેતા બન્યા હતા. બેલેટ દ્વારા યોજાયેલી ચૂંટણી પ્રક્રિયાનું  માર્ગદર્શન શાળાના શિક્ષકો અમીનભાઈ,  સંજયભાઈ, માધવભાઈ, ગોવિંદભાઇ, રમીલાબેન, સુરતાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.  ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શ્રી પ્રવિણકુમાર પટેલિયાએ વિવિધ સમિતિઓની રચના કરી શાળાના સર્વાંગી વિકાસ માટે કટ્ટિબધ્ધ રહેશું તેવા શપથ લેવડાવ્યા હતા. શાળા પરિવારે તમામ ઉમેદવારોને  અભિનંદન આપ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230722-WA0080.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *