Maharashtra

વધુ પ્રચલિત શો ‘તારક મહેતા…’માં દયાબેનની આ દિવસે થશે વાપસી

મુંબઈ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો પાછલા ૧૫ વર્ષોથી દર્શકોને ખૂબ જ એન્ટરટેઇન કરી રહ્યો છે. તેના દરેક કેરેક્ટરને લોકો ખૂબ જ પસંદ કરે છે. શોમાં દયાબેનનો રોલ ભજવીને ઘર-ઘરમાં ફેમસ થયેલી દિશા વાકાણીના ફરી શોમાં પરત ફરવાને લઇને ઘણીવાર વાતો થઇ છે. મેકર્સથી લઇને કેરેક્ટર્સે તેના શોમાં પરત ફરવાની હિન્ટ આપી છે. તેવામાં ફરી એકવાર તેના શોમાં પરત ફરવાના ક્યાસ લગાવવામાં આવી રહ્યાં છે. જાણો શું છે સમગ્ર મામલો… તારક મહેતા શોમાં ઘણા નવા કેરેક્ટર સામેલ કરવામાં આવ્યા છે પરંતુ વર્ષોથી દયાબેનની કમી કોઇ પૂરી કરી શક્યું નથી. શોના પ્રોડ્યુસર અસિત મોદી દયાબેનની ફરી એન્ટ્રીને લઇને ઘણીવાર વાત કરી ચુક્યા છે પરંતુ હજુ સુધી ફેન્સ તેના શોમાં પરત ફરવાની રાહ જાેઇ રહ્યાં છે. તે ક્યારેક એક્ટ્રેસની શોમાં પરત ફરવાની વાત કરે છે તો ક્યારેક કહે છે કે તે શોમાં પરત નહીં ફરે. ફરી એકવાર દિશા વાકાણીના શોમાં આવવાને લઇને મોટી અપડેટ સામે આવી છે. શોના મેકર્સે હાલમાં જ લેટેસ્ટ એપિસોડ દરમિયાન દયાબેનની વાપસીના સંકેત આપ્યા છે. લેટેસ્ટ એપિસોડમાં જાેવા મળ્યું કે જેઠાલાલ દયાના નાના ભાઇ સુંદરલાલના ગોકુલધામ સોસાયટીમાં આવવાના કારણે તેને ગોથે ચડાવે છે. જેઠાલાલ પોતાની પત્નીના હાલચાલ પૂછે છે અને તેને પૂછે છે કે તે અમદાવાદથી મુંબઇ પરત ક્યારે ફરશે. ત્યારે સુંદર કહે છે કે તે આ વર્ષે નવરાત્રી કે દિવાળી દરમિયાન મુંબઇ પરત ફરશે. આ વાતને લઇને શોના ફેન્સ ખૂબ જ એક્સાઇટેડ છે. તેવામાં તે જાેવું રસપ્રદ રહેશે કે શું દિશા વાકાણી એટલે કે દયાબેનના રૂપમાં વાપસી કરશે કે પછી મેકર્સ તેના સ્થાને કોઇ અન્ય એક્ટ્રેસને લેશે. જણાવી દઇએ કે, ૨૦૧૭માં દિશા મેટરનિટી બ્રેક પર ચાલી ગઇ હતી. ૬ વર્ષ બાદ પણ ફેન્સ તેની નાના પડદે વાપસીની આતુરતાથી રાહ જાેઇ રહ્યાં છે. લોકો ઘણીવાર શોના મેકર્સ તેને પરત લાવવાની ડિમાંડ કરી ચુક્યા છે. મેકર્સ માટે સરળ નથી નવી દયાબેનની શોધઃ એક ઇન્ટરવ્યુમાં અસિત મોદીએ કહ્યું, દયાબેનનો રોલ કરવો સરળ નથી. દિશાએ જે રીતે આ રોલ કર્યો છે તે સૌકોઇ જાણે છે. આજે પણ તેની કમી અનુભવાય છે. આ રોલ માટે નવી એક્ટ્રેસ શોધવી સરળ નથી. દિશાની જગ્યા લેવી અશક્ય છે. તેમાં સમય લાગે છે પરંતુ દયાબેન જલ્દી જ પરત ફરશે.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *