બનાસકાંઠા
ભારે વરસાદથી બનાસકાંઠામાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વાવના ઢીમા ગામમાં ઠેર ઠેર પાણી ભરાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ દ્રશ્યો કોઈ નદી-નાળાના નહિં પરંતુ શાળાના છે. આ દ્રશ્યો છે બનાસકાંઠાના વાવના ઢીમા ગામની શાળાના. જ્યાં ભારે વરસાદથી ગામની શાળાએ જળસમાધિ લીધી છે. બિપોરજાેય વાવાઝોડાના વરસાદના પાણી પહેલાથી જ ભરાયેલા હતા. જ્યાં વધુ વરસાદથી ભારે મુશ્કેલી સર્જાઈ. ઢીમા પ્રાથમિક શાળા અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાયા. વરસાદી પાણીનો નિકાલ ન કરવામાં આવતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. શાળાઓનાં વિદ્યાર્થીઓ વરસાદી પાણીમાં ચાલવા મજબૂર થયાં. એટલું જ નહીં શાળાનાં શૌચાલય પણ વરસાદી પાણીમાં ડૂબ્યા. સમસ્યાને કારણે શાળામાં વિધાર્થિઓની પાંખી હાજરી જાેવા મળી. વરસાદી પાણીનો નિકાલ ન કરવામાં આવતા મુશ્કેલી ભરી પરિસ્થિતી સર્જાઈ. ત્યારે તંત્ર આ વિદ્યાર્થીઓને સમસ્યામાંથી બહાર લાવે છે કે નહીં તે જાેવું રહ્યું.


