જામનગરના જાણીતા એડવોકેટ રમેશભાઈ પારઘી ની પુત્રી હેત્વી પારધી યુકેનમાં સુમિ સ્ટેટ મેડિકલ કોલેજ માં એમબીબીએસ,MBBS, માં અભ્યાસ માટે ગયેલ. અને આ અભ્યાસ દરમિયાન કોરોના કાળનો સામનો કરેલ. અને રશિયા. યુક્રેન યુદ્ધમાં પણ સામનો કરીને એમબીબીએસ,MBBS,નો અભ્યાસ પૂર્ણ કરી અને ઇન્ડિયા ની એફ એમ જી ઇ ની પરીક્ષામાં 171 માર્ક પાસ કરીને ડોક્ટરની ડિગ્રી પ્રાપ્ત કરેલ. તે બદલ જામ ખંભાળિયાના ડેપો મેનેજર મિલનભાઈ રાઠોડ તથા ભારતીય મજદુર સંઘના જામનગર ડેપોના આગેવાન વાળાભાઈ તથા ભારતીય મજદૂર સંઘના કાર્યાલય મંત્રી બી.એમ.સોલંકી દ્વારા ડોકટર ની પદવી મેળવવા બદલ ફૂલહાર તથા પુષ્પગુથ થી તેમનું સન્માન કરવામાં આવેલું. ખુબજ પ્રગતિ કરે એવી અમારી શુભકામના ખૂબ ખૂબ અભિનંદન………………….
રિપોર્ટર=શરદ એમ.રાવલ.
તા. જોડિયા.જી.જામનગર.
ગામ=હડીયાણા………..

