ઊનાના સૈયદ રાજપરા પ્રા.શાળાના મેદાનમાં વરસાદી પાણી ભરાતા શાળામાં અભ્યાસ કરતા બાળકોને શાળાના રૂમ સુધી જવા
આવવા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને છાત્રો શાળાએ મહામુસીબતે જીવના જોખમે પહોચી રહ્યા છે. આ તસ્વીર છે
શાળાના બાળકોની જે અભ્યાસ કરતા તમામ છાત્રો પરત ઘરે ફરતી વખતે શાળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાયેલ હોવાના કારણે એક
દિવાલ ઠેકીને પસાર થવા મજબુર બન્યા છે. તેમજ પાસે એક જોખમી વિજ ટ્રાન્સફોર્મ હોવાથી જીવનું પણ જોખમ મંડાય રહ્યુ હોય
છે. સમગ્ર ઘટના જોઇ ત્યાથી પસાર થતા લોકો તેમજ વાલીઓએ આ તમામ બાળકોને તાત્કાલીક ત્યાથી ન ચાલવા પણ સમજ
આપી હતી. આ બાબતની ગંભીરતા લઇ તંત્ર દ્રારા છાત્રોના હિતમાં તાત્કાલીક શાળાના ગ્રાઉન્ડમાં ભરાયેલ પાણીનો નિકાલ કરવામાં
આવે તેવી માંગવા પામેલ છે.


