Gujarat

વજાપુરા-ગલાબપુરા પ્રાથમિક શાળાનો સ્થાપના દિવસ ઉજવાયો…

મકસુદ કારીગર,કઠલાલ
કપડવંજ તાલુકાના કોસમ ગ્રામ પંચાયતની વજાપુરા-ગલાબપુરા પ્રાથમિક શાળાના સ્થાપના દિનની કપડવંજ તાલુકાના પૂર્વ પ્રમુખ  મૂળરાજસિંહ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી.
શાળાના અઢારમાં સ્થાપના દિન પ્રસંગે શાળા સુશોભન કરી, કેક કાપી તેમજ વિવિધ સાંસ્કૃતિ કાર્યક્રમ યોજી ઉજવણી કરવામાં આવી હતી.
શાળાના આચાર્ય બહેન શ્રીમતિ દમયંતિબેન બારોટ અને શાળા પરિવાર તથા ગ્રામજનો દ્વારા સુંદર આયોજન કરી  સ્થાપના દિનની ઉજવણી કરાઈ હતી.
આ પ્રસંગે કોસમ ગ્રામ પંચાયતના ઉપ સરપંચ  મનુસિંહ સોલંકી,બાદરસિંહ ચૌહાણ, રાધેશ્યામભાઈ સોલંકી સબુરજી ગોહિલ, શ્રી કિરણસિંહ બારૈયા, એસ.એમ.સીના અધ્યક્ષ તથા સદસ્યો, ગામ આગેવાનો સહિત વ્હાલા બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત,રહ્યા હતા.

IMG-20230820-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *