Gujarat

જામનગર જિલ્લામાં બી.એલ.ઓ. દ્વારા ૫.૧૫ લાખ થી વધુ મતદારોની મુલાકાત લઈ મતદારયાદી સુધારણા અંગની કામગીરી હાથ ધરાઈ

ભારતના ચૂંટણીપંચ દ્વારા તા.૦૧/૧૦/૨૦૨૩ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી
ખાસ સંક્ષિપ્ત સુઘારણા કાર્યક્રમ અંતર્ગત હાઉસ ટુ હાઉસ કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે અન્વયે તા.૨૧/૦૭/૨૦૨૩ થી
તા.૨૧/૦૮/૨૦૨૩ સુધી જામનગર જિલ્લામાં આવેલ તમામ વિધાનસભા મતવિસ્તારના તમામ ભાગોના બી.એલ.ઓ.શ્રીઓ
દ્વારા પોતાને સોંપાયેલા વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ મુલાકાતની કામગીરી હાલ ચાલુ છે. જે અન્વયે જામનગર જિલ્લામાં
સમાવિષ્ટ તમામ વિધાનસભા મત વિસ્તારોમાં ગઈકાલ સુધીમાં બી.એલ.ઓ.શ્રી દ્વારા જિલ્લાનાં ૫.૧૫ લાખ થી વધુ
મતદારોની મુલાકાત લઈ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુઘારણા કાર્યક્રમ અંતર્ગત વિવિધ કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જેમા
૭૬-કાલાવડ વિ.સ.મ.વિ.માં હાઉસ ટુ હાઉસ કાર્યક્રમ અંતર્ગત ૧,૧૯,૬૪૬ મતદારોને વેરીફાઈ કરવામાં આવેલ છે. ૭૭-
જામનગર (ગ્રામ્ય) વિ.સ.મ.વિ.માં ૧,૦૩,૯૧૧ મતદારો, ૭૮-જામનગર (ઉત્તર) વિ.સ.મ.વિ.માં ૧,૦૧,૯૭૮ મતદારો, ૭૯-
જામનગર (દક્ષિણ) વિ.સ.મ.વિ.માં ૧,૦૩,૦૦૪ મતદારો જ્યારે ૮૦-જામજોધપુર વિ.સ.મ.વિ.માં ૮૬,૫૮૧ મતદારો મળી
કુલ ૫,૧૫,૧૨૦ મતદારોને વેરીફાઈ કરવામાં આવેલ છે. અને તેઓની મતદારયાદી સુધારણા અંગેની વિવિધ કામગીરી પુર્ણ
કરવામાં આવેલ છે જ્યારે બાકી રહેતા મતદારો માટે આગામી સમયમાં તેઓની મુલાકાત લઈ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત
સુધારણા અંગેની કામગીરી પુર્ણ કરાશે.

.ઓ-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *