છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના શિહોદ ગામ પાસે ભારજ નદી ઉપર મધ્યપ્રદેશ ને જોડતા નેશનલ હાઇવે નંબર 56 પરના બ્રિજ માં ક્ષતિ સર્જાતા ગત 29 જુલાઈથી બ્રિજ બંધ કરી દેવાયો છે, તેવામાં જિલ્લાના લોકો સહિત નેશનલ હાઇવે ઉપર અવર-જવર કરતા વાહનોને વાયા રંગલી ચોકડી રહીને 30 કિલોમીટર જેટલો ફેરો ફરવા મજબૂર થવું પડ્યું છે. તેમજ બ્રિજ નજીકના ગામોના લોકોને સામાન્ય કામ માટે પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જેથી આસપાસ ગામના લોકોએ સ્વખર્ચે જ નદી માંથી ડાયવર્ઝન બનાવી નાખ્યું છે, પરંતુ આ ડાયવર્ઝનની ક્ષમતા નાં હોવાથી, જ્યાં સુધી બ્રિજ શરૂ નથી થતું ત્યાં સુધી પ્રશાસન દ્વારા સારું ડાયવર્ઝન બનાવવાની માંગ જિલ્લા કોંગ્રેસ કરી રહી છે. આ બાબતે અગાઉ કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું અને આજે પાવીજેતપુરના વન કુટીર ખાતે રસ્તા રોકો આંદોલન નું આયોજન કરાયું હતું જો કે અગાઉથી પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેતાં મોટી સંખ્યામાં કાર્યકરો ભેગા થઈ શક્યા નાં હતા પરંતુ પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા , તાલુકા કોંગ્રેસ પ્રમુખ કાજર રાઠવા સહીતના આગેવાનો ધરણાં દેવા નિર્ધારિત સ્થળ ઉપર પહોંચતાની સાથે પોલીસે છ કોંગી આગેવાનોની અટકાયત કરી લીધી છે. તો બીજીતરફ નેશનલ હાઇવે પ્રશાસન દ્વારા નિયમાનુસાર નદીમાં ડાયવર્ઝન આપી ના શકાય તેવી વાત કરી જરૂરી કાર્યવાહી કર્યા બાદ એક મહિનામાં બાઈક અને કાર માટે બ્રિજ શરૂ કરવાની માહિતી આપી છે નેશનલ હાઇવે નબર 56 પર ભારજ નદી પર આવેલ બ્રિજ ના ત્રણ પાયા બેસી જતા લોકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. સીહોદ ગામે થી ત્રણ કિમી સામે કિનારે આવેલ પાવીજેતપુર આવવું હોઈ તો 30 કિમી નો ચકરાવો લગાવવો પડી રહ્યો છે. હાલ તો બ્રિજ ઉપર થી અવર જવર માટે રોક લગાડવા માં આવી છે તો બીજી બાજુ લોકો દ્વારા જે ટેમ્પરરી ડાયવર્જન બનાવવા મા આવ્યું છે. તેના પર પણ નહીં જવા ની સૂચના થી લોકોમાં નારાજગી જોવાઇ રહી છે. આમ છતાં સૂચનો ને અવગણી લોકો નદી નાં માર્ગે જઈ રહ્યા છે ત્યારે જો તંત્ર કડક વલણ અપનાવે તો લોકો ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડશે જોકે તંત્ર એ સાવચેતી ના ભાગ રૂપે જ કોઈ અનહોની નાં થાય તે માટે રોક લાગવી હોવાનું જણાવી રહ્યા છે . જો આ બાબતે તંત્ર બેદરકાર રહેસે તો આવનારા સમય મા પણ આવાજ કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા યોજવા માં આવશે તેવી ચીમકી કોંગ્રેસ ના કાર્યકરો ઉચ્ચારી રહ્યા છે
ત્યારે હવે આ બાબતે રાજકીય જોર વધુ ના પકડે તે બાબતે સરકાર યોગ્ય નિર્ણય લઈ રાહદારીઓને અવર જવર કરવામાં મુશ્કેલી નાં પડે તે બાબતે ધ્યાન લે તે જરૂરી બન્યું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

