આજરોજ રાણપુરમાં આવેલી હેત વિદ્યાલય ખાતે રક્ષાબંધનની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના ભૂલકાઓ દ્વારા અવનવી ડિઝાઇનની રાખડીઓ બનાવવામા આવી હતી. તથા વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધાનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રક્ષાબંધનને સમર્પિત એવા ચિત્રો દોરવામાં આવ્યા હતા. શાળામાં ભાઈ બહેનના પ્રેમની અભિવ્યક્ત કરવામાં માટે ભાઈ દ્વારા બહેનને હીંચકો નાખી અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને રાખડી બાંધી હતી અને ભાઈઓ દ્વારા અવનવી ભેટ આપીને રક્ષાબંધનની ઉજવણી કરાઈ હતી..
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

