Gujarat

વડોદરામાં યુવકે બાઈકના આગળના ભાગે પોતાની મંગેતરને બેસાડીને બાઈક ચલાવ્યુ

વીડિયો ઝડપભેર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસે એક્શન લીધું

આજકાલના યંગસ્ટર્સ વાહનો પર સ્ટંટ કરવાના રવાડે ચઢ્યા છે. વાહનો પર જાેખમી રીતે સ્ટંટ કરીને પોતાના અને અન્યોના જીવ જાેખમમાં મૂકી રહ્યાં છે. ત્યારે વડોદરામાં એક યુવકે બાઈકના આગળના ભાગે પોતાની મંગેતરને બેસાડીને બાઈક ચલાવ્યુ હતું. ત્યારે વડોદરા પોલીસે આ બાબતની ગંભીરતાથી નોંધ લઈને એક્શન લીધું છે. પોલીસે કલ્પેશ દરબાર નામના યુવક પર કલમ ૨૭૯ અને એમ વી એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, યુવતીને બાઇક પર આગળ બેસાડી જાેખમી રીતે બાઇક હંકારતા યુવકનો એક વીડિયો વાયરલ થયો હતો. વડોદરાના વીઆઇપી રોડ પર એક યુવક યુવતીને આગળ બેસાડીને બાઈક ચલાવી રહ્યો હતો. જાેખમી રીતે યુવતીને બેસાડી બાઇક ચલાવવામાં આવતી હોવાનો વીડિયો અન્ય વાહન ચાલકે શૂટ કર્યો હતો. બાઇક ચાલક યુવક એ રીતે બાઇક ચલાવતો હતો કે, જાે જરા પણ ચૂક થાય તો અકસ્માત સર્જાઈ શકતો હતો. આ વીડિયો ઝડપભેર સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારે ન્યુ વીઆઇપી રોડ પર બાઈક પર સ્ટંટ કરવાનો મામલે વડોદરા પોલીસ તપાસ શરૂ કરી હતી. યુવતીને બાઈકની ટાંકી પર બેસાડી જીવ જાેખમમાં મૂકાયા તે રીતે બાઈક ચલાવ્યું હતું.

આ રીતે તે પોતાની અને યુવતી બંનેનો જીવ જાેખમમાં મૂકી રહ્યો હતો. વીડિયો વાયરલ થતાં જ હરણી પોલીસે કાર્યવાહી કરી છે. બાઈકના નંબરના આધારે પોલીસે ચાલકની ઓળખ કરી હતી. બાઈક ચાલક કલ્પેશ નટવરસિંહ દરબારની હરણી પોલીસે ધરપકડ કરી છે. પોતાની મંગેતરને બાઈકની ટાંકી પર બેસાડી બાઈક ચલાવ્યું હતું. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે, કલ્પેશ પાસે લાઇસન્સ પણ નથી. છતા તેણે આ રીતે બાઈક ચલાવ્યું. પોલીસે કલ્પેશ દરબાર વિરૂદ્ધ ઇપિકો કલમ ૨૭૯ અને એમ વી એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

File-02-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *