ગાંધીનગર,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાતે યુવાનોના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અને પહેલો હાથ ધરી છે. આજે દેશભરના યુવાનો સ્ટાર્ટઅપ્સની દિશામાં આગળ વધી રહ્યા છે, ત્યારે રાજ્યના યુવાનોને પોતાના નવીન સ્ટાર્ટઅપ્સ શરૂ કરવા માટે પ્રોત્સાહન મળે તે દિશામાં ગુજરાત સરકારે કામ કર્યું છે.
દેશમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વિકસિત કરવા માટે તેમજ દેશના યુવાનો ‘જાેબ સીકર’ ને બદલે ‘જાેબ ગિવર’ બને તે ઉદ્દેશથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા’ મિશન શરૂ કર્યું છે. આ મિશન માટે કામ કરવામાં ગુજરાત મોખરે રહ્યું છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી ૨.૦ (જીજીૈંઁ ૨.૦) પણ જાહેર કરવામાં આવી છે. સ્ટાર્ટઅપ્સ માટે સુવિધાઓ વિકસિત કરવામાં ગુજરાત એક કદમ આગળ વધી રહ્યું છે. જીજીૈંઁ હેઠળ સ્થાપિત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ (ૈ-ૐેહ્વ) દ્વારા ટુંક સમયમાં એક અત્યાધુનિક સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ સર્વસમાવેશક સેન્ટર અત્યાધુનિક સુવિધાઓની સાથે ઉદ્યોગસાહસિકતા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેનું સૌથી મોટું કેન્દ્ર હશે, જ્યાં એકસાથે એક જ જગ્યાએથી ૫૦૦ સ્ટાર્ટઅપ્સ કામ કરી શકશે.
ઉલ્લેખનીય છે કે, યુવાઓ સાથે સંકળાયેલા કાયદાકીય અને સાંસ્કૃતિક મુદ્દાઓ પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી દર વર્ષે ૧૨ ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ ઊજવવામાં આવે છે. વર્ષ ૨૦૨૩ માટે આંતરરાષ્ટ્રીય યુવા દિવસની થીમ ‘ગ્રીન સ્કિલ ફોર યુથ-ટુવર્ડ્સ સસ્ટેનેબલ વર્લ્ડ’ છે.
ૈ-ૐેહ્વ દ્વારા વિકસિત સેન્ટરની વિશેષતાઓ
કો-વર્કિંગ સ્પેસઃ-
ૈ-ૐેહ્વમાં આશરે ૨૦,૦૦૦ ચોરસ ફૂટની કો-વર્કિંગ સ્પેસ આવેલી છે, જે તમામ મૂળભૂત સુવિધાઓથી સજ્જ છે. હાલ તેની કામચલાઉ ફેસીલીટીમાં ૧૫૦ સ્ટાર્ટઅપ્સ કામ કરી રહ્યા છે. ૧,૫૦,૦૦૦ ચોરસ ફૂટનું સંપૂર્ણ નવીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવી રહ્યું છે, જેમાં એકસાથે ૫૦૦ સ્ટાર્ટઅપ્સ કામ કરી શકશે.
નેટવર્કિંગની તકોઃ-
ૈ-ૐેહ્વ એ દેશ અને વિદેશમાં અનેક સંસ્થાઓ સાથે ભાગીદારી કરી છે, જેનો લાભ સ્ટાર્ટઅપ્સને તેમની વૃધ્ધિ માટે મળશે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ સપોર્ટઃ- તમામ સ્ટાર્ટઅપ્સને મીટિંગ રૂમ, સેમિનાર રૂમ, કોન્ફરન્સ રૂમ અને લાઇબ્રેરી જેવો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ પુરો પાડવામાં આવે છે, જેનો ઉપયોગ વિના મૂલ્યે અથવા ન્યૂનતમ ખર્ચે કરી શકાય છે.
૩૬૦° મેન્ટરશિપઃ- માર્ગદર્શન અને મેન્ટરશીપ માટે સ્ટાર્ટઅપ્સને ૈ-ૐેહ્વના મેન્ટર બોર્ડની ઍક્સેસ આપવામાં આવી છે. આ મેન્ટર બોર્ડમાં બિઝનેસ મોડેલિંગ, ડિઝાઇનિંગ, પ્રોડક્ટ ડેવલપમેન્ટ, સ્કેલ-અપ સ્ટ્રેટેજી વગેરે જેવા વિવિધ ડોમેન વર્ટિકલ્સના જાણીતા નિષ્ણાતોનો સમાવેશ થાય છે.
આઇપીઆર સપોર્ટઃ- ૈ-ૐેહ્વ ઇન-હાઉસ સ્ટેટ આઇપી ફેસિલિટેશન સેન્ટર દ્વારા સ્ટાર્ટઅપ્સને પેટન્ટ અને ટ્રેડમાર્ક સપોર્ટ પૂરો પાડે છે. ૈ-ૐેહ્વ સાથે સંકળાયેલા સ્ટાર્ટઅપ્સ માટે પેટન્ટ અને ટ્રેડમાર્ક ફાઇલ કરવા માટેનો તમામ ખર્ચ રીએમ્બર્સ કરી આપવામાં આવે છે.
ભંડોળ સહાયઃ-ૈ-ૐેહ્વ વિવિધ યોજનાઓ હેઠળ સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય પૂરી પાડે છે. ઓપન ઇનોવેશન ચેલેન્જ પ્રોગ્રામ દ્વારા ઇનોવેટર્સ, વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટ-અપ્સને રૂ.૨.૫ લાખ સુધી અને સ્ટાર્ટ-અપ સૃજન સીડ સપોર્ટ (????) દ્વારા રૂ.૧૦ લાખ સુધીનો સપોર્ટ આપવામાં આવે છે.
પ્રારંભિક તબક્કાના ૫૦૦ સ્ટાર્ટઅપ્સને સપોર્ટ
ૈ-ૐેહ્વ દ્વારા વિકસિત આ અત્યાધુનિક સેન્ટરમાં ફ્લેક્સિબલ, પ્રારંભિક સ્ટાર્ટઅપ્સને અનુકૂળ અને સહયોગી સહ-કાર્યકારી જગ્યાઓનું સંયોજન છે, જે વિચારોના આદાન-પ્રદાનને પ્રોત્સાહિત કરશે. સાથે જ તેની ભવિષ્યવાદી અને અદ્યતન ટેક્નોલોજી સાથે બનાવવામાં આવેલી લેબમાં પ્રારંભિક સ્ટાર્ટઅપ માટેની તમામ સુવિધાઓ હશે. આ ઉપરાંત, સ્ટાર્ટઅપ સૃજન સીડ સપોર્ટ (જી૪) દ્વારા આગામી પાંચ વર્ષમાં રાજ્યમાં પ્રારંભિક તબક્કાના ૫૦૦ સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કરવામાં આવશે.
૧૫૦ ઇનોવેટર્સ અને સ્ટાર્ટઅપ્સને રૂ.૭ કરોડની ગ્રાન્ટ
આ વર્ષે “સ્ટાર્ટઅપ સૃજન સીડ સપોર્ટ (જી૪)” કાર્યક્રમ અંતર્ગત તાજેતરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ ઉચ્ચ અને તકનીકી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ૧૫૦ ઇનોવેટર્સ અને સ્ટાર્ટઅપ્સ ને કુલ રૂ.૭ કરોડની ગ્રાન્ટનું વિતરણ કરવામાં આવ્યું છે. ૧૫૦ સ્ટાર્ટઅપ્સમાં, ૪૬ ઇનોવેટર્સ છે, ૧૦૪ કંપનીઓ રજિસ્ટર્ડ કંપનીઓ છે અને ૯૨ સ્ટાર્ટઅપ્સ કે જે નોંધાયેલી કંપનીઓમાંથી સ્ટાર્ટઅપ ઇન્ડિયા ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત છે. ૧૫૦ સ્ટાર્ટઅપ્સ/ઇનોવેટર્સમાંથી, ૨૨% ઇનોવેશનનું નેતૃત્વ મહિલા સ્થાપકો/સહ-સ્થાપકોએ કર્યું છે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને કોમ્યુનિકેશન (ૈંઝ્ર્) ડોમેનમાં (૨૪%), ત્યારબાદ હેલ્થકેર (૧૫%), ક્લીન ટેક્નોલોજી (૧૩%) અને ડીપ ટેક સ્ટાર્ટઅપ્સ (૧૧%) માં સૌથી વધુ સંશોધકો અને સ્ટાર્ટઅપ્સ કામ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં વર્ષ ૨૦૧૯, ૨૦૨૦ અને ૨૦૨૧ એમ સતત ત્રણ વર્ષો સુધી ગુજરાત બેસ્ટ પર્ફોમર રાજ્ય રહ્યું હતું. યુવાનોને રોજગાર આપીને, તેમને કૌશલ્ય પ્રદાન કરીને અને તેમને સન્માન અને ગૌરવ આપીને એક નવીન દ્રષ્ટિકોણ સાથે ગુજરાત સરકારે રાજ્યની વિકાસયાત્રાને આગળ વધારી છે.